રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ખાડામાં ગરકાવ, બે-બે ટોલ પ્લાઝા લાખો રૂપિયા વસૂલે છે પણ ખાડા બૂરાતા નથી
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે વાહચાલકો પરેશાની વેઠી રહ્યા છે. રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે ખાડામાં ગયો હોય તેવા દૃશ્યો જેવા મળી રહ્યા છે. જેતપુર પાસે બે-બે ટોલ પ્લાઝા આવેલા છે. જેમાં 24 કલાકમાં વાહનચાલકો પાસેથી લાખો રૂપિયા વસૂલે છે. પરંતુ નેશનલ હાઇવે પર એટલ ખાડા છે કે લોકો ત્રાસી ગયા છે. જેને કારણે લોકોની માગ છે કે, લાખો રૂપિયા વસૂલો છો તો સામે સારા રસ્તા તો બનાવો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.