બોટાદ વિધાનસભા વિસ્તારના લાખાવાડ ખોડીયાર મંદિર ગોરડકા ગામે ધારાસભ્ય સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માલધારી સમાજનું સ્નેહ મિલન યોજાયું - At This Time

બોટાદ વિધાનસભા વિસ્તારના લાખાવાડ ખોડીયાર મંદિર ગોરડકા ગામે ધારાસભ્ય સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માલધારી સમાજનું સ્નેહ મિલન યોજાયું


માલધારી સમાજ દ્વારા સૌરભભાઈ પટેલને પાઘડી પહેરાવી ને કરાયું ભવ્ય સ્વાગત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અને બોટાદ વિધાનસભા વિસ્તારમાં આવતા લાખાવાડ ખોડીયાર મંદિર ગોરડકા ગામે માલધારી સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું બોટાદ વિધાનસભાના ગઢડા તાલુકાના 28 ગામના માલધારી સમાજના લોકોએ સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ માં બોટાદ વિધાનસભા ના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા છે સૌરભભાઈ પટેલનું માલધારી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને માલધારી સમાજની પરંપરા મુજબ ધારાસભ્ય ને પાઘડી પહેરાવી તેમનું સન્માન કરાયું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સાથે રહીને  સહકાર આપવાને લઈને માલધારી સમાજના લોકીએ બે હાથ ઊંચા કરીને ધારાસભ્ય સૌરભભાઈ પટેલ ને ખાત્રરી આપી હતી જયારે સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે હરહંમેશ માલધારી સમાજ ભાજપ સાથે રહ્યો છે અને રહશે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા, મધુસુદન ડેરી ના ચેરમેન ભોળાભાઈ રબારી, બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા, મધુસુદન ડેરી ના વાઈસ ચેરમેન મેપાભાઈ મારુ,જગદીશભાઈ ડાંગર, મઘાભાઈ ડાંગર, નાજાભાઈ મેવાડા, મહંત ધૂડાભગત, વિરમભાઈ ગમારા, લાખાભાઈ જોગરાણા, હનુભાઈ સાટીયા, પેથાભાઈ મેર, નાથાભાઈ મેર, વિશાલભાઈ મારુ સહિતના માલધારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image