બાલાસિનોરથી વિરણીયા ચોકડી સુધીનો માર્ગ ખખડધજ બન્યો - At This Time

બાલાસિનોરથી વિરણીયા ચોકડી સુધીનો માર્ગ ખખડધજ બન્યો


બાલાસિનોરથી વિરણીયા ચોકડી ને પાસે ગોધરા હાઈવેને જોડતો ૩૮ ની. કિ.મી.નો રોડ રૂ.૯૭ કરોડની એ માતબર રકમ ખર્ચ કરીને નવો બનાવ્યો હતો પણ હાલ ખખડધજ હાલતમાં નજરે પડી તો રહ્યો છે. આ રોડ નવો તેમજ નાર પહોળો બનતા લુણાવાડાથી વિરણીયા થઈને બાલાસિનોર અને અમદાવાદ જતા વાહનચાલકો માટે આ રોડ સલામત આશિર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો હતો. ત્યારે આ રોડને ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગી ગયુ અને રોડ બનાવ્યાના થોડા જ સમયમાં ઠેર ઠેર મસમોટા ગાબડાઓ પડતા બિસ્માર થઈ ગયો છે જેના કારણે વાહનચાલકો અને રોડને અડીને જે ગામો
આવેલા છે તે ગામના સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોડ જયારથી નવો બન્યો ત્યારથી જ હલકી કક્ષાનુ મટીરીયલ્સ વાપરવામાં આવી રહ્યુ હતુ અને નવીન રોડ બનાવવા જે ઉચ્ચ ગુણવત્તા હોવી જોઈએ તે જાળવવામાં આવી નથી જેથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. અને જે માટે અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતના કારણે રોડ પર ટુંકા ગાળામાં ઠેર ઠેર મસમોટા ગાબડાઓ પડી જતા રોડ બિસ્માર થઈ જતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી વહેલી તકે સરકાર જાગે અને તાકિદે રિપેર કરે તે જરૂરી બન્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.