મનપાએ પોલીસ ફરિયાદ ન કરતા ડમ્પિંગ સાઈટ પર મૃત ગાય કાપવાનું ચાલુ જ રહ્યું - At This Time

મનપાએ પોલીસ ફરિયાદ ન કરતા ડમ્પિંગ સાઈટ પર મૃત ગાય કાપવાનું ચાલુ જ રહ્યું


મ્યુનિસિપલ કમિશનર અરોરા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં, ગૌવંશ પ્રેમીઓ પણ હજુ ભરઊંઘમાં

સંક્રાંતે ગૌશાળામાં લાખો રૂપિયાનું દાન થયું પણ જાહેરમાં કપાતા મૃત ગૌવંશની ઘટનામાં કોઈને રસ નથી

હિન્દુ ધર્મમાં ગાયનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે, ગાયના રક્ષણ માટે હજારો લોકોએ જીવ દીધાના ઇતિહાસ છે, ગૌવંશના સંરક્ષણ અને તેને બચાવવા માટે અનેક ઝુંબેશો ચાલી રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અરોરા સહિતના અધિકારીઓના પાપે મનપાની જગ્યા પર મૃત ગૌવંશને કાપીને તેને એક એક અંગને વેચવાના કૌભાંડ થાય છે, જેની જવાબદારી છે તે મનપાના અધિકારીઓને તો આ ગોરખધંધાની જાણ પણ નહોતી.

મનપાની જગ્યા પર કોઇ અનધિકૃત કૃત્ય થતું હોય તો તેને રોકવાની મનપાની વિજિલન્સની પણ એટલી જ જવાબદારી છે, પરંતુ વિજિલન્સના ડીવાયએસપી ઝાલા સહિતનો સ્ટાફ ડમ્પિંગ સાઇટ પર જવાની હિંમત પણ કરતા નથી અને તેના પાપે આવા ગોરખધંધા અને હિન્દુ સમાજની લાગણી સાથે ખિલવાડ થઇ રહ્યો છે. મહાનગરપાલિકાથી લઇ દિલ્હી સુધી ભાજપનું શાસન છે, રાજકોટની ભાજપની નેતાગીરી પણ મ્યુનિસિપલ કમિશનર અરોરાની ધૃતરાષ્ટ્ર નીતિ સામે મૌન સેવી રહી છે તે બાબત ભાજપની નીતિ સામે પણ અનેક સવાલો ઉઠાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.