ગુજરાત રાજ્યનાં અનેક જિલ્લાઓમાં શાંતિપૂર્વક વાતાવરણમાં બાલાચડી સૈનિક સ્કૂલની એક્ઝામ પૂર્ણ એકઝામ પૂર્ણ થતાની સાથે બાળકો ઉત્સાહમાં વાલીઓમાં નિરાશા - At This Time

ગુજરાત રાજ્યનાં અનેક જિલ્લાઓમાં શાંતિપૂર્વક વાતાવરણમાં બાલાચડી સૈનિક સ્કૂલની એક્ઝામ પૂર્ણ એકઝામ પૂર્ણ થતાની સાથે બાળકો ઉત્સાહમાં વાલીઓમાં નિરાશા


તા:8 ગુજરાત રાજ્યનાં અનેક જિલ્લાઓમાં આજથી થોડા દિવસ પહેલા તારીખ 8નાં રોજ બાલાચડી સૈનિક સ્કૂલનાં ધોરણ-5 નાં બાળકોની એક્ઝામનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લાનો પણ સાથે સમાવેશ કરતાં ધોરણ 5 નાં બાળકોને એક્ઝામ આપવા માટે વાલીઓને ઘણી બધી મુશ્કેલી સામનો પણ કરવો પડ્યો હતો અને ધોરણ-5 નાં નવોદયનાં ક્લાસીસ કરતાં બાળકો બંને જિલ્લાઓમાંથી સૈનિક સ્કૂલની એક્ઝામ આપવા ઉત્સાહભેર ઉમટી પડ્યાં હતાં

જેમાં તારીખ 8નાં રોજ એકઝામ શરૂ થવાની હતી ત્યારે અનેક વાલીઓ અગાઉ રાત્રી રોકાણ તારીખ 7 નાં રોજ કરીને પોતાનાં બાળકોનું ભવિષ્યનેં ધ્યાનમાં રાખીને બાળકોનું જોખમ લઈ અને એક્ઝામ કેન્દ્ર ઉપર પહોંચી ગયા હતા જુનાગઢ અનેક સ્થળોએ એકઝામ કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હોવાથી રુમ ભાડાં વાહન ભાડા ડબલ ચુકવીને વાલીઓને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો અનેક વાલીઓમાં એવો કસ્વાટ પણ જોવા મળ્યો હતો કે બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને અમે બાળકોને એક્ઝામ આપવા માટે આવ્યાં છે જો અમારું બાળક એકઝામ પાસ થાય તો પણ બાલાચડી સૈનિક સ્કૂલમાં એડમિશન મળી જાય તો પણ અમે અમારાં બાળકો ને બાલાચડી સૈનિક સ્કૂલમાં બાળકોને ભણવા પણ જવા દેવાનાં નથી

ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું હતું એમનું કારણ પૂછવામાં આવ્યું હતું તો વાલીઓએ એવું જણાવ્યું હતું કે બાલાચડી સૈનિક સ્કૂલની ફી ઘણી બધી મોંઘી હોય છે અમે અમારાં બાળકોને ગરીબ પરિસ્થિતિનાં લીધે બાળકોને ભણાવી પણ નાં શકીયે એ કારણથી અમે બાલાછડી સૈનિક સ્કૂલમાં પરીક્ષા પાસ કરે તો પણ અને એડમિશન મળી જાય તો પણ જવા દેવાનાં નથી એવું પણ જાણવા મળ્યું હતું ત્યારે ખરેખર બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે બાલાછડી સૈનિક સ્કૂલમાં વગર ફી ભર્યા વગર એડમિશન આપવું જોઈએ અને હવે ગુજરાતમાં અનેક જિલ્લાઓ અલગ પડી જવાથી કેન્દ્ર પણ નજીકનાં જિલ્લામાં ફાળવવું જોઈએ જેથી કરીને વાલીઓ અને બાળકોને મુશ્કેલીનો સામનો કરવો નાં પડે એવી પણ વાલીઓએ માંગણી કરી હતી જેથી કરીને બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં નાં મુકાય એવી પણ લોક માંગણી ઉઠવા પામી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon