૧૦૦% આભા કાર્ડનું લક્ષ્ય સિદ્ધ કરતું ગીર સોમનાથનું બેડિયા ગામ* - *છેવાડાના વિસ્તારના નાગરિક સુધી લાભ પહોંચાડવા સતત પ્રયત્નશીલ આરોગ્યતંત્ર* - At This Time

૧૦૦% આભા કાર્ડનું લક્ષ્ય સિદ્ધ કરતું ગીર સોમનાથનું બેડિયા ગામ* ———- *છેવાડાના વિસ્તારના નાગરિક સુધી લાભ પહોંચાડવા સતત પ્રયત્નશીલ આરોગ્યતંત્ર*


*૧૦૦% આભા કાર્ડનું લક્ષ્ય સિદ્ધ કરતું ગીર સોમનાથનું બેડિયા ગામ*
----------
*છેવાડાના વિસ્તારના નાગરિક સુધી લાભ પહોંચાડવા સતત પ્રયત્નશીલ આરોગ્યતંત્ર*
----------
*કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ ફિમેલ હેલ્થ વર્કરના કુશળ સંકલનથી પાર પાડી કામગીરી*
----------
*આગેવાનો, સરપંચશ્રી તેમજ ગ્રામજનોને આભાકાર્ડ વિશે અપાઈ માહિતી*
----------
ગીર સોમનાથ, તા.૦૬: સરકારશ્રી દ્વારા આરોગ્ય રેકોર્ડના ડિજિટલ લિંકિંગ ક્ષેત્રે પણ હરણફાળ પ્રગતિ થઈ રહી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ABHAના સંકલન દ્વારા આરોગ્ય રેકોર્ડ લિંકેજને વેગ મળી શક્યો છે. ભારત સરકારના ડિજિટલ મિશન અંતર્ગત ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા સુંદર કામગીરી દાખવતા જિલ્લાના ગીરગઢડા તાલુકાનું બેડીયા ગામ પણ ૧૦૦% આભા કાર્ડ ધરાવતું ગામ બન્યું છે.
નોંધનીય છે કે, બેડિયા ગામ ૧૬૭૫ લોકોની વસ્તી ધરાવે છે. આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત ABHA (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) ભારતના તમામ નાગરિકોના આભા આઈ.ડી પ્રદાન કરવાનું છે. જેમાં વ્યક્તિના તમામ મેડિકલ રેકોર્ડ્સ સરળતાથી સાચવી તેમજ શેર કરી શકાય છે. આવા ઉત્કૃષ્ટ ધ્યેયને સાધવા અને છેવાડાના વિસ્તારના દરેક લોકો સુધી લાભ પહોંચાડવા ધોકડવા પી.એચ.સી મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બેડિયા સબ સેન્ટરની આરોગ્યની ટીમ દ્વારા સુનિયોજીત કામગીરી દાખવવામાં આવી હતી.
આ કામગીરી અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તમામ ગ્રામ્યજનોના ઘરે-ઘરે જઈને ગામના તમામ લોકોના આભાકાર્ડ બનાવી આપ્યા હતા તેમજ આભા કાર્ડ શું છે તે વિશે જાણકારી અને પ્રાથમિક સમજ આપી તેની ઉપયોગીતા વિશે આગેવાનો, સરપંચશ્રી તેમજ ગ્રામપંચાયતના સભ્યોને માહિતગાર કરાયા હતાં. આભા કાર્ડ સહિત ડિજિટલી ઉપલબ્ધ આરોગ્ય રેકોર્ડ સાથે, વ્યક્તિઓ આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ પેપરલેસ આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોકડવાના બેડિયા ગામની કુલ વસ્તી ૧૬૭૫ જેટલી છે. જેમાં સીપીએચસી પોર્ટલ મારફત તમામ ગ્રામ્યજનોના આભાકાર્ડ કાઢી આપવામાં આવ્યા હતાં. જેથી બેડિયા ગામના આભાકાર્ડ કાઢવાનું લક્ષ્ય 100% સિદ્ધ થયું છે અને આ રીતે ગીર સોમનાથ જિલ્લાનું બેડિયા ગામ સૌ પ્રથમ 100% આભાકાર્ડ ધરાવતું ગામ બન્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.