વિંછીયાના દડલી ગામે ૮૦ લાખની ઉઘરાણી પ્રશ્ને ધમકી અપાઇ
મહિલાના પુત્રને ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપનાર જયરાજભાઇ સામે ફરીયાદ
વિંછીયાના દડલી ગામે ૮૦ લાખની ઉઘરાણી પ્રશ્ને મહિલાના પુત્રને ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી અપાતા પોલીસમાં ફરીયાદ થઇ
પ્રાપ્ત વિગતો મુજબ દડલી ગામે રહેતા ગીતાબેન કાલીદાસ દેસાણી(ઉ.વ.૪૫) એ કાળા કલરની સ્કોર્પીયો કારમાં આવેલ જયરાજભાઇ સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ સ્કોર્પીઓ કારમાં આવી ફરીયાદીના ઘરે બહાર ડેલીએ જઇ ફરીયાદીના દિકરા પાસેથી ૮૦ લાખ રૂપિયા લેવાની માંગણી કરી ફરીયાદીને ગાળો આપી હતી અને ફરીયાદીના દિકરાના ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હતી. ફરીયાદીએ પોતાનો દિકરો ઘરે હાજર નહી હોવાના જણાવતા આરોપી સ્કોર્પીયો કારમાં જતો રહયો હતો. આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે આરોપી જયરાજભાઇ સામે આઇ.પી.સી. ૩૮૫, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.