રાજકોટ જીલ્લા રેન્જના ૪૦૦ થી વધુ પોલીસમેન મોરબી ખાતે તહેનાત.
રાજકોટ શહેર તા.૧/૧૧/૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ પુલ તૂટવાની ગોઝારી ઘટનાના પગલે રાજકોટ જીલ્લા સહિત રેન્જના ૪૦૦ થી વધું પોલીસ અધિકારી અને જવાનો સાંજથી જ ખડેપગે રહી બચાવ સહિતની કામગીરીમાં જોડાયા હતાં. ગઈકાલે સાંજે ૬.૩૦ વાગ્યે મોરબીનો ઝૂલતો પુલ કડકાભેર તૂટતાં ઝૂલતાં પુલ પર મજા માણી રહેલાં લોકો નદીમાં ખબકયા હતાં. ગોઝારી ઘટનાના પગલે તાબડતોબ રેન્જ I.G અશોકકુમાર યાદવ મોરબી દોડી ગયા હતાં, અને તાત્કાલિક રેન્જમાં આવતાં રાજકોટ સહિતના તમામ જીલ્લામાંથી અધિકારીઓ અને પોલીસ જવાનો મળી અંદાજે ૪૦૦ થી વધું સ્ટાફને મોરબી બોલાવી લેવામાં આવ્યા હતાં. બનાવના પગલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અડધું મંત્રીમંડળ મોરબી ઉતરી આવ્યું હતું. જેની સુરક્ષાથી લઈ મૃતદેહોના પંચ રોજકામ કરવા સુધીની કામગીરીમાં પોલીસ જવાનો જોડાયા હતાં. તેમજ બચાવ કામગીરીમાં પણ તહેનાત રહી વધુમાં વધુ ઝીંદગી બચાવવાના પ્રયાસો કર્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.