જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર હુમલો કરનારાઓ ને સખતમાં સખત સજા કરવામાં આવે એવી માંગ સાથે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય - At This Time

જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર હુમલો કરનારાઓ ને સખતમાં સખત સજા કરવામાં આવે એવી માંગ સાથે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય


જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર હુમલો કરનારાઓ ને સખતમાં સખત સજા કરવામાં આવે એવી માંગ સાથે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાબરકાંઠા નાયબ કલેકટર સાહેબશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું..

જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ૯ જૂને આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓ ની બસ પર હુમલો કર્યો હતો , જેના કારણે યાત્રાળુઓને લઇ જતી બસમાં ૧૦ જેટલા યાત્રાળુઓના મોત થયા હતા અને ૩૩ જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા , આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ આગેવાનોએ સાબરકાંઠા જિલ્લા નાયબ કલેકટર સાહેબશ્રી ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મણિપુર ની હિંસા વધતી જતી આંતકવાદ , પંજાબમાં આંતકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં આંતકવાદીઓ નું મનોબળ વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે અને કેન્દ્ર સરકાર પાસે એવી માંગ છે કે મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય મળવો જોઇએ ,

આજ ના આ આવેદન પત્ર કાર્યક્ર્મ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ કરશનભાઈ પરમાર, કોષાધ્યક્ષ સંપતસિંહ રાજપુરોહિત , હિન્દુ હેલ્પ લાઇન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા , શહેર ઉપાધ્યક્ષ કમલેશભાઈ સિંધી , કનુભાઈ પ્રજાપતિ એડવોકેટ, દીપકભાઈ જાંગીડ , મયુરભાઈ ચૌહાણ, અભિષેકભાઈ ભોલા, યશભાઈ દોશી , દીપકભાઈ દેવેન્દ્ર , દેવેન્દ્રભાઈ જાંગીડ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.