ગુજરાતની તમામ ગૌશાળાને ઘાસચારો ફાળવવા તથા આર્થિક મદદ કરવાટિમ ગબ્બર ની રજુવાત
ગુજરાતની તમામ ગૌશાળાને ઘાસચારો ફાળવવા તથા આર્થિક મદદ કરવા બાબત અમો ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા-એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીને લોકો તરફથી તથા વર્તમાનપત્રો દ્વારા જાણવા મળેલ છે કે,ગુજરાતની ગૌમાતા જ્યાં રહે છે તેવી ગૌશાળાઓમાં અતિવૃષ્ટિના કારણે ક્યાંક ઘાસચારો પલળી ગયેલ છે તો ક્યાંક ઘાસચારો બગડી ગયેલ છે અને અતિવૃષ્ટિ ના કારણે ગૌશાળાની હાલત કફોડી બનેલ છે ત્યારે હિન્દૂ ધર્મમાં ગાયને માતાનો દરરજો આપવામાં આવેલ હોય ત્યારે ગાય માતા તથા અન્ય પશુઓના જીવ બચાવવા વિવિધ ગૌશાળાના પશુઓને માટે તાત્કાલિક અસરથી ઘાસચારો ખાણદાણ ફાળવવામાં આવે વિકલ્પે આર્થિક મદદ કરવામાં માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી અમો ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.