ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગર રેલ્વે ડીવીઝનના 9 કર્મચારીઓને મેરીટ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા
ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગર રેલ્વે ડીવીઝનના 9 કર્મચારીઓને મેરીટ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા
પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલે મે-2023 દરમિયાન ફરજમાં કર્મચારીઓની તકેદારી અને અનિચ્છનીય બનાવ નિવારવામાં યોગદાનની પ્રશંસા કરતા ભાવનગર ડીવીઝનના 9 કર્મચારીઓને "ડીઆરએમ સેફ્ટી એવોર્ડ" એનાયત કર્યો. ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા 29 મે, 2023 (સોમવાર) ના રોજ ડીવીઝનલ રેલ્વે મેનેજરની ઓફિસ - ભાવનગર પરા ખાતે અપર મંડલ રેલ પ્રબંધક શ્રી કૃષ્ણ લાલ ભાટિયા અને સીનિયર ડીઓએમ શ્રી અભિનવ જેફની હાજરીમાં પાત્ર કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલે શ્રી ગુડ્ડૂ કુમાર (ગોપનીય સહાયક/વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક), શ્રી ગણેશ કુમાર (કાંટેવાલા, રાજુલા રોડ જં.), શ્રી મુકેશ સનવાલ (ઉપ સ્ટેશન અધીક્ષક, કુંડલી), શ્રી રાહુલ એલ. સુરૂ (પી. મેઈન, ગાંધીગ્રામ), શ્રી લલિત કુમાર યાદવ (ઉપ સ્ટેશન અધીક્ષક, લીંબડી), શ્રી ઉમેશ યોગેન્દ્ર રાય, ગેટકીપર (એક્સ સર્વિસમેન) મોરૈયા, શ્રી રવિ કુમાર (સ્ટેશન માસ્ટર, ઉજલવાવ), શ્રી રણવીર સિંહ (પી. મેઈન, રાયકા) અને શ્રી જયેશભાઈ કટારીયા (પી. મેઈન, ધોળા જં.) ને મેરિટ પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં ખામી શોધીને તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી રેલવેને બચાવ્યા છે શ્રી ગુડ્ડૂ કુમાર (ગોપનીય સહાયક/સીનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર) એ કી પરફોર્મન્સ ઈન્ડિકેટર (KPI) ના પ્રદર્શનમાં ભાવનગર રેલ્વે મંડલને ભારતીય રેલ્વેમાં 16મું સ્થાન અને પશ્ચિમ રેલ્વેમાં 3મું સ્થાન હાંસલ કરવામાં માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ કર્મચારીઓને અભિનંદન અને વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.