મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયો ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર - At This Time

મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયો ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર


અરવલ્લી જિલ્લામાં નારી વંદન ઉત્સવ અને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર માતૃશ્રી એલ. જે. ગાંધી બીસીએ કૉલેજ એન્ડ ડૉ. એન. જે. શાહ.PGDCA કૉલેજ, મોડાસાનાં વિધાર્થીઓ સાથે મંડલ નાં મંત્રી અરવિંદભાઈ મોદી. પ્રિન્સિપાલ જયદીપભાઈ સાથે જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને ઘરેલું હિંસા સામે લડવા માટે માહિતી આપવામાં આવી.દુનિયામાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. કોઈ પણ મહાપુરુષના ઘડતરમાં પણ તેમની માટેનો જ મુખ્ય ફાળો રહેલો છે. પરંતુ આજની 21મી સદીમાં પણ આપની નજર સામે કેટલાય ઘરેલું હિંસાના કેસ જોવા મળે છે અને આપણે તેને સામાન્ય ગણી અવગણી નાખીએ છીએ. આ અવગણના હિંસા કરનારને પ્રોત્સાહન આપે છે. પરંતુ આજે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરતા લોકોને સમજાવવામાં આવ્યું કે આ ઘરેલું હિંસા યોગ્ય નથી. તેની સામે અવાજ ઉઠાવી તેનો વિરોધ કરવો જોઈએ. સરકાર અને કાયદા દ્વારા મહિલાઓ માટે અભયમ, દહેજ વિરોધી કાયદા, ત્રિપલ તલાક વિરોધી કાયદા, સખી વન સ્ટોપ સેન્ટર, સુરક્ષા સેતુ , સેલ્ફ ડિફેન્સ સહિત ઘણી બધી સુરક્ષા કામગીરી ચલાવવામાં આવે છે. આ તમામ યોજનાઓ અને કાયદાનો દરેક મહિલાઓ લાભ મેળવી પોતાનું રક્ષણ કરી શકે તે અને સેમિનારમાં માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી દીપેન પંડ્યા, દહેજ પ્રથા પ્રબંધક અધિકારી શ્રી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.