જંગલેશ્વરમાંથી કારમાં ભરેલ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
જંગલેશ્વરમાં દારૂની હેર-ફેર કરે તે પહેલા જ મયંક બગથરીયા નામના શખ્સને કારમાં ભરેલ દારૂના જથ્થા સાથે પીસીબીની ટીમે દબોચી રૂા.5.32 લાખનો મુદામાલ કર્યો હતો.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ તથા કોન્સ્ટેબલ વાલજીભાઈ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે એક દારૂ ભરેલ કાર જંગલેશ્વર તરફ આવતી હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફ જંગલેશ્વર મેઈન રોડ હુસેની ટી સ્ટોલ પાસે વોચમાં હતો.
ત્યારે ત્યાંથી પસાર થયેલ આઈ.20 કાર નં. જી.જે.03 એન.આર.7663ને અટકાવી તેમાં તપાસ કરતાં કારમાંથી દારૂની 81 બોટલ મળી આવતા કારચાલક મયંક ઘનશ્યામ બગથરીયા (ઉ.19) (રહે.આવાસ કવાર્ટર, કોટેચા ચોક, ટવીન્સ ટાવર પાછળ, મુળ જામકંડોરણા)ની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂા.5.32 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં તે હેરસલુનમાં કામ કરે છે અને દારૂ જેતપુરથી લઈ આવ્યો હોવાની કબુલાત આપી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.