હળવદના દીઘડીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા: ૧.૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હળવદના જુગારીયા ઉપર પોલીસની બાઝ નજર
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા તથા હળવદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે ગઈ રાત્રીના હળવદના દીઘડીયા ગામે જાહેર રોડ પર જુગાર રમી રહેલા વાસુદેવભાઈ ભીખાભાઈ, મહેશભાઈ ઉર્ફે મુકેશભાઈ બાબુભાઈ, વાઘજીભાઈ દીપુભાઈ, રવિભાઈ રઘુભાઈ અને હિતેશભાઈ લાભુભાઈ બધા દિઘડીયા વાળા ને રોકડા રૂપિયા ૯૭,૧૦૦ અને મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત ૧૧૦૦૦ એમ કુલ મળી ૧૦૮,૧૦૦ નો મુદ્દા માલ કબજે લઈ આરોપીઓ વિરુદ્ધ ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં હળવદ પીઆઇ કે એમ છાસિયા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી, કિરીટભાઈ જાદવ, દિપક સિંહ, ભરતભાઈ સહિતનાઓ રોકાયેલ હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.