તિજોરીનો લોક રિપેર કરવા આવેલ બે સરદારજી રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર: બંને સકંજામાં - At This Time

તિજોરીનો લોક રિપેર કરવા આવેલ બે સરદારજી રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર: બંને સકંજામાં


માયાણીનગર શેરીમાં તિજોરીનો લોક રિપેર કરવા આવેલ બે સરદારજી રોકડ અને દાગીના મળી રૂ.65 હજારનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. જે બનાવ અંગે તાલુકા પોલીસે બે શકમંદ સરદારજીને પકડી પૂછતાછ કરતાં બે ચોરીના ભેદ ઉકેલાયા હતાં. બનાવ અંગે માયાણીનગર શેરી નં.2 માં રહેતાં જેન્તીભાઈ રામજીભાઈ ભંડેરી (ઉ.વ.70) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નિવૃત જીવન ગાળે છે. તેમને સંતાનમાં બે પુત્રી એક પુત્રી છે. તેઓ છુટક એકાઉંટનુ કામકાજ કરે છે. ગઇ તા.10/10/2023 ના સાંજના તેઓ ઘરે હતાં
ત્યારે તાળા-લોક રીપેરીંગ કરવા વાળા બે સરદારજી શેરીમાંથી ચાલતા ચાલતા નિકળેલ જેથી અમારા ઘરની તીજોરીના દરવાજાનો તથા તેના અંદર આવેલ નાના ખાનાની ચાવી લાગતી ન હોય આ બન્ને સરદારજીને રીપેર કરવાનુ કહેલ જેથી બન્ને સરદારજી ઘરમાં રહેલ તીજોરીના અંદરના નાના ખાનાનો લોક રીપેર કરી આપેલ અને જણાવેલ કે, કબાટના દરવાજાનો લોક રીપેર કરવાના સાધનો હાલ અમારી પાસે નથી. કાલે આવિને દરવાજાનો લોક રીપેર કરી આપીશુ તેમ કહિ જતા રહેલ હતાં.બાદમાં બીજા દિવસે આ બન્ને સરદારજી આવેલ અને તીજોરીના દરવાજાનો લોક રીપેરીંગ કરી મને ચાવી આપીને જતા રહેલ હતાં. બાદમાં ગઈ તા.14/10/2023 ના તીજોરીનો દરવાજો ખોલી અંદરનુ નાનુ ખાનું ખોલતા તે ખુલેલ નહિ,
બળપૂર્વક તીજોરીનો અંદરના નાના ખાનાનું લોક ખોલી નાખેલ અને તેમા અંદર જોતા તેમાં રાખેલ રોકડા રૂ.45 હજાર, સોનાની એક ચેઈન રૂ.20 હજાર જોવામાં આવેલ નહિ જેથી તિજોરીનું લોક રીપેર કરવા આવેલ બે અજાણ્યાં સરદારજી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ.65,000 ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન તાલુકા પોલીસ મથકમાં અઠવાડિયા પહેલાં થયેલ ચોરીના બનાવમાં ટીમ તપાસમાં હતી ત્યારે તાલુકા પોલીસની ટીમે બે શકમંદ સરદારજીની અટક કરી હતી. જેની પૂછપરછમાં માયાણીનગરમાં થયેલ ચોરીનો બનાવનો પણ ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.