અયોધ્યાથી આવેલા વેપારીનો મોબાઈલ ફોન રાજકોટ બસપોર્ટ પાસેથી ચોરાયો
અયોધ્યાથી આવેલા ધોરાજીના વેપારીનો રૂ.25 હજારનો મોબાઈલ ફોન રાજકોટ બસપોર્ટ પાસેથી ખિસ્સામાંથી અજાણ્યાં શખ્સે તફડંચી કરી લેતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ધોરાજીમાં હિરપરા વાડીમાં બાલા હનુમાન મંદિર પાસે રહેતાં નીખીલભાઈ બાબુભાઈ ભાલાળા (ઉ.વ.44) ર નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પ્લાસ્ટીકની દોરીનો વેપાર કરે છે. ગઈ તા.14/02 ના રાત્રીના સાડા દશેક વાગ્યાની આસપાસ અયોધ્યાથી રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશન પર ઉતરેલ અને ધોરાજી જવાનું હોય જેથી ઓટો રીક્ષા કરી એસ.ટી બસ સ્ટેશન આવવા નીકળેલ હતા. રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામાં બસ સ્ટેન્ડ બહાર ઓટો રીક્ષામાંથી બસ સ્ટેન્ડના ગેટ સામે રોડ પર ઉતરેલ અને ખીસ્સામા રાખેલ મારો મોબાઇલ ફોન જોવામા આવેલ ન હોય અને તપાસ કરતાં મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો.
જેથી કોઈ અજાણ્યો શખ્સ રૂ.25 હજારનો મોબાઈલ ફોન ચોરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.