લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. - At This Time

લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે.


આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ

કુદરતનું એક અદ્ભુત સર્જન એટલે પક્ષીઓ જે સવારમાં ઉઠવાથી લઈને આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થાય છે. પક્ષીઓના અનેક સ્વરૂપો છે તેઓ દરિયાઈ વિસ્તારમાં પણ રહે છે અને બર્ફીલા પ્રદેશમાં પણ વસે છે.બધા જ પક્ષીઓના કંઇક અલગ અલગ કળા હોય છે.જેમ કે કોયલ સુંદર રીતે ગાઈ શકે છે તો પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે.આ તો વાત થઈ એક બે પક્ષીઓની વિશ્વમાં વિવિધ જાતિના જાતિના પક્ષીઓ વસે છે. પક્ષીઓ સાથે વિવિધ લોકોના જુદા સંબંધો પણ હોય છે લોકો પક્ષીઓને પાળે છે અને તેની સાર સંભાળ પણ ખૂબ સારી રીતે રાખે છે.

શા માટે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે

લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પક્ષીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે કે તેઓ પર્યાવરણ માટે કેટલા જરૂરી છે તેની જાણકારી લોકોને આપવામાં આવે છે.પક્ષીના રહેઠાણો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

પક્ષિઓના રક્ષણ માટેના પગલા
> પક્ષીઓની જાતિને લુપ્ત થતી અટકાવવા માટે તેમના રહેઠાણ સ્થાન એટલે કે જંગલોને કાપવા ન જોઇએ.

> ઘણા પક્ષીઓ પાણી ન મળવાને કારણે મૃત્ય પામે છે તો લોકોએ ઘરમાં તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

>જો કોઈ વ્યક્તિ પક્ષીઓને પાળે છે તો તેમની પૂરતી સાર સંભાળ રાખવી જોઈએ .

> ઉતરાયણના દિવસે સવારે પક્ષીઓનો નીકળવાનો સમય ત્યારે થોડાક સમય માટે પતંગ ન ઉડાડીએ.

રાષ્ટ્રીય પક્ષી મોર

મોર બાળથી મોટેરા સૌને ગમતું અને આપણી આસપાસ રહેતું પક્ષી છે. વર્ષાઋતુંનું આગમન સાથે તે જોડાયેલું પક્ષી છે. નર મોરનાં રંગબેરંગી પીછા વાળી પૂંછડી માટે આ પક્ષી જાણીતું છે. તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
1963 માં, ભારતે મોરને તેનું સત્તાવાર રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું. દેશભરમાં તેમાંના 100,000 થી વધુ લોકો છે. તેઓ દેશભરમાં ઉદ્યાનો, શહેરી બગીચાઓ, ગાense જંગલો અને સમર્પિત મોર અભયારણ્યમાં મળી શકે છે.

લેખન
આ.પ્રો ડો સચિન જે પીઠડીયા G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.