સાવરકુંડલા શહેર ના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયં સેવકો ના પથ સંચલન નું શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.- At This Time

સાવરકુંડલા શહેર ના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયં સેવકો ના પથ સંચલન નું શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.-


સાવરકુંડલા શહેર ના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયં સેવકો ના પથ સંચલન નું શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.-

ઠેર ઠેર ફુલવર્ષા થી આર.એસ.એસ. ના સ્વયંસેવકો ને વધાવવામાં આવ્યા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925 થી NATION FIRST CHARACTER MUST ની ભાવના જાગૃત થાય અને પ્રત્યેક ભારતિય રાષ્ટ્રહિત માટે સંગઠિત થઈ સક્રિય બને તે માટે કામ કરી રહ્યું છે. તે નિમિત્તે ગત તારીખ 8 જાન્યુઆરી ,2022 રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાવરકુંડલા જિલ્લાનું એકત્રીકરણ તથા ભવ્ય પથ સંચલનનું આયોજન સાવરકુંડલા માં આવેલ બ્રહ્મપુરી વાડી ખાતે થયું હતું. સંચલન સાવરકુંડલા નગરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું તથા સાવરકુંડલાની રાષ્ટ્રપ્રેમી જનતાએ તેનું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું. જેમાં સાવરકુંડલા જિલ્લામાંથી કુલ 7 તાલુકા માંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પથ સંચલનમાં 180 સ્વયંસેવકો જોડાયા હતા તથા ત્યારબાદ બપોર પછી જાહેર પ્રાત્યક્ષિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વયંસેવકો દ્વારા સમતા, દંડ, નિ:યુદ્ધ,યષ્ટી, પદવીન્યાસ તથા સંઘનો ઘોષ (બેન્ડ) નું નિદર્શન કરવામાં આવ્યું હતું જેને નિહાળવા માટે સાવરકુંડલા શહેર તથા તાલુકા માંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી જનતા પધારી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી ગઢપુર થી પધાર્યા હતા તથા મુખ્ય વક્તા તરીકે દિપકભાઈ ગમઢા (પ્રાંત શારીરિક પ્રમુખ સૌરાષ્ટ્ર) ઉપસ્થિત રહી રાષ્ટ્ર જોગ બૌદ્ધિક આપ્યું હતું સાથે ભાવનગર વિભાગ કાર્યવાહ શ્રી અશોકસિંહ જાડેજા તથા સાવરકુંડલા જિલ્લા કાર્યવાહ જતીનભાઈ વ્યાસ તથા જિલ્લા સહ કાર્યવાહ હિતેન્દ્રભાઈ નિમ્બાર્ક, માનનીય નગર સંગચાલક ડોક્ટર તરસરિયા ઉપસ્થિત રહ્યા હતા તેમ સ્વયંસેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.