મહિસાગર : સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભુગેડીથી દારૂ નો જથ્થો રંગે હાથે ઝડપી પાડ્યો. - At This Time

મહિસાગર : સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભુગેડીથી દારૂ નો જથ્થો રંગે હાથે ઝડપી પાડ્યો.


મહિસાગર : સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભુગેડીથી દારૂ નો જથ્થો રંગે હાથે ઝડપી પાડ્યો.

સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર ની ટીમ દ્વારા સંતરામપુર તાલુકાના નાનીભુગેડી ગામે દારૂ નો જથ્થો રાખી ને ધંધો કરતા ઇસમ નાં ધરે રેડ કરી ને અંદાજે રુપિયા પચ્ચાસ હજાર નો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારુ નો જથ્થો વગરપાસપરમીટ વાળો ઝડપી પાડીને બે ઈસમો ની તથા ફોર વ્હીલ કારને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા આ પ્રોહબીશનના ગુનામાં ગામ નાનીભુગેડી ના દારૂ નો ધંધો કરતા પંચાલ ફળિયા નાં પંચાલ નવીનચંદ્ર ફુલચંદ કલાલ તથાપપ્રિતેશ પવૅત ચંદાણા રહે.મોરલનાકાના ઓની ફોર વ્હીલ કાર અને બે મોબાઇલ ને રોકડ રકમ મળી ને કુલ રુપિયા ત્રણ લાખ સીત્તેર હજાર નો મુદ્દામાલ કબજે કરીને સંતરામપુર પોલીસ મથકે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ફયૉદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અલ્પેશ ભરત કલાલ રહે.સીમલીયા તથા દારૂ રાજસ્થાનના આનંદપુરી થી દારુનો જથ્થો મોકલનાર વ્યક્તિ તથા અન્ય ની સામે પણ ગુનો નોંધી ને તેઓને પકડવા નાં ચકો પોલીસે ગતિમાન કર્યા છે.
નાની ભુગેડી ગામે આ દારૂ વેચવા નો ધંધો ધણાં સમય થી ચાલતો હોવા છતાં તેની જાણ સંતરામપુર પોલીસ ને આઉટ પોસ્ટ પોલીસ ને નાં હોય એવું બને નહીં? સંતરામપુર નગરમાં ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેશી તથાં ઈંગ્લીશ દારુ નાં ધંધો કરનારાઓ હપ્તા નાં રાજકારણ માં બિન્દાસ આ ગેરકાયદેસર નો ધંધો રોકટોક વગર કરે છે.તથા વરલી મટકા નો આકફરક નો જુગાર નો ધંધો ખુબ ફાલ્યો જોવા મળે છે.
સંતરામપુર તાલુકામાં આવા ગેરકાયદેસર નો ધંધો કરનારાઓ પર બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર રેડ કરી ને દારૂ પકડી શકતી હોય તો સ્થાનીક પોલીસ ને જીલ્લા ની પોલીસ ની કામગીરી પ્રત્યે અનેક સવાલો ઉભા થયેલા છે?
નાની ભુગેડી થી ધરમાંથી પકડાયેલ દારૂ નાં બનાવ ની તપાસ જીલ્લા એલસીબી પોલીસ કરે છે.ને આ ગુનામા પકડાયેલ આરોપીઓ નવીનચંદ્ર કલાલ તથા પ્રિતેશ ચંદાણા ને આજરોજ સંતરામપુર ની કોટૅ માં રજુ કરી ને ગુનાની વધુ તપાસ અર્થે ને અન્ય સંડોવાયેલા આરોપીઓ ને પકડવા ના હોય આરોપીઓ ના પોલીસ રીમાન્ડની માગ કરતાં સંતરામપુર કોટૅ બંન્ને આરોપીઓ નાં 21.05.2024(બે દિવસ નાં) પોલીસ રિમાન્ડ મંજૂર કરેલ છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.