ગીર સોમનાથમાં ઈણાજ ખાતે કેન્દ્રિય ચૂંટણી પંચની પાંચ જિલ્લાની ક્ષેત્રીય સમીક્ષા બેઠક યોજાઈ* - At This Time

ગીર સોમનાથમાં ઈણાજ ખાતે કેન્દ્રિય ચૂંટણી પંચની પાંચ જિલ્લાની ક્ષેત્રીય સમીક્ષા બેઠક યોજાઈ*


*ગીર સોમનાથમાં ઈણાજ ખાતે કેન્દ્રિય ચૂંટણી પંચની પાંચ જિલ્લાની ક્ષેત્રીય સમીક્ષા બેઠક યોજાઈ*
-------‐----------
*ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર એમ પાંચ જિલ્લા સ્તરની ચૂંટણીની તૈયારીની થઈ સમીક્ષા*
-------‐----------
*ગીર સોમનાથ, તા.૧૭:* આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભારતના મુખ્ય ચૂંટણી પંચના નાયબ કમિશનર શ્રી હ્રદયેશકુમાર, પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી એસ.બી.જોશી તેમજ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર એમ પાંચ જિલ્લા સ્તરની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પાંચ જિલ્લાઓ સાથેની સમીક્ષા બેઠકમાં
કેન્દ્રિય ચૂંટણી પંચે તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ તેમજ જિલ્લા પોલિસ અધિક્ષકશ્રીઓ સાથે વિધાનસભા ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાનની તૈયારીઓ અંગે બારીકાઈથી સમીક્ષા કરી હતી.

આ ક્ષેત્રીય સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રિય ચૂંટણી પંચે ચૂંટણીની આખરી તૈયારીઓ, મતદારોમાં વિશેષ મતદાન જાગૃતિ, મતદાન મથકો, ચૂંટણીને લગતી ફરિયાદો અને તેમનું નિવારણ, દિવ્યાંગો અને વૃદ્ધો માટે વ્યવસ્થા, સંચાલન સ્ટાફની વ્યવસ્થા ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત તેમજ પારદર્શક ચૂંટણી યોજાય તે માટે વિશેષ માર્ગદર્શન આપ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ,પોરબંદર કલેકટર શ્રી અશોક શર્મા,જુનાગઢ કલેકટર શ્રી રચિત રાજ,અમરેલી કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, ભાવનગર કલેક્ટર શ્રી રમેશ મેરજા તેમજ સંબંધિત જિલ્લા પોલિસ અધિક્ષક શ્રીઓ હાજર રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.