જાણો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલા હતા વોટ શેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી ત્યારે એ વખતે આપ પાર્ટી ત્રીજા પક્ષ તરીકે જોડાઈ છે. ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી બંને પક્ષોને અનુક્રમે 49.05% અને 42.97% મત મળ્યા હતા.
હિમાચલ પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બરે 89 વિધાનસભા બેઠકો માટે અને 5 ડિસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થશે. આવી સ્થિતિમાં, ચાલો આપણે રાજ્યની વિધાનસભાની ચૂંટણી વિશેની સંપૂર્ણ સંખ્યાની રમતને સમજીએ. ક્યારે ચૂંટણી, ક્યારે નામાંકન, ક્યારે
પહેલો તબક્કો - 1લી ડિસેમ્બર
1- નોટિફિકેશન બહાર પાડવાની તારીખ - 5 નવેમ્બર
2- નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ - 14 નવેમ્બર
3- નામાંકનની ચકાસણીની તારીખ- 15 નવેમ્બર
4- ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ - 17 નવેમ્બર
5- મતદાન તારીખ- 1લી ડિસેમ્બર
6- મત ગણતરીની તારીખ - 8 ડિસેમ્બર
7- પ્રથમ તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન- 89
બીજો તબક્કો - 5મી ડિસેમ્બર
1- ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ - 10 નવેમ્બર
2- નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ - 17 નવેમ્બર
3- નોમિનેશનની ચકાસણીની તારીખ - 18 નવેમ્બર
4- ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ - 21 નવેમ્બર
5- મતદાનની તારીખ - 5 ડિસેમ્બર
6- ગણતરીની તારીખ- 8 ડિસેમ્બર
7- પ્રથમ તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન- 93
ગુજરાતમાં જાણો 182માંથી કેટલી સીટો છે અનામત
- અનામત બેઠકો- 13 SC, 27 ST
-કુલ મતદારોની સંખ્યા- 49,117,708
-સેવા મતદારો- 27,943
-દિવ્યાંગ મતદારો- 404,802
- ટ્રાન્સ જેન્ડર મતદારો- 1,417
-યુવાન મતદારો - 324,420
-80+ મતદારો- 987,999
- મતદાન મથકોની સંખ્યા- 51,782
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.