વડનગર ખાતે આવેલું વિષ્ણુ પુરી નું તળાવ ભરવા માટે નો આવરો બંધ થઈ જતાં તળાવ નું પાણી સુકાઈ ગયું. - At This Time

વડનગર ખાતે આવેલું વિષ્ણુ પુરી નું તળાવ ભરવા માટે નો આવરો બંધ થઈ જતાં તળાવ નું પાણી સુકાઈ ગયું.


વડનગર ખાતે આવેલું વિષ્ણુ પુરી નું તળાવ ભરવા માટે નો આવરો બંધ થઈ જતાં તળાવ નું પાણી સુકાઈ ગયું.

વડનગર મામલતદાર કચેરી ની સામે આવેલું વિષ્ણુ પુરી નું તળાવ વરસાદી પાણી થી ભરાય છે વિષ્ણુ પુરી તળાવ અંદર વિષ્ણુ કુંડ આવેલ છે. આ કુંડ માં શ્રધ્ધા સાથે લોકો સ્નાન કરે છે અને વિષ્ણુ મંદિર માં રામ લક્ષ્મણ અને જાનકી મૂર્તિ પ્રતિમા આવેલી તેના દર્શન પણ કરે છે. આ જગ્યા જાગૃત અને સિધ્ધ જગ્યા છે. તેથી આ મંદિર પણ જાહેર રસ્તો ‌બનાવેલ છે. લોકો આ વિષ્ણુ પુરી મંદિર માં દર્શન કરવા માટે પણ શ્રધ્ધાળુ આવે છે . અને તેની બહાર ના ભાગ માં વિષ્ણુ પુરી કુંડ પણ આવેલો છે તો લોકો શ્રધ્ધાથી સ્નાન અને પૂજા અર્ચના કરે છે. તેનું એક કારણ એવું છે આ કુંડ ની અંદર વિષ્ણુ ભગવાન ના પગલાં છે. તેમ ના પગ ના અંગુઠા માં થી પાણી આવે છે. પરંતુ ગટર લાઈન નાખવા થી આ તળાવ માં વરસાદી પાણી કેવી રીતે ભરાય છે .તે પ્રશ્ન ઉદભવો છે.???? કારણકે ત્યાં વૃક્ષો વાવવા છે તે પણ સારું છે. પરંતુ કપિલા નદીનું વરસાદી પાણી વિષ્ણુ પુરી તળાવ માં ભરાઈ ને આગળ જતું હતું પણ આજે આ વિષ્ણુ પુરી તળાવ પાણી નો આવરો બંધ કરી નાખ્યો છે. ગટર બનાવવા થી વર્ષા જુનો આવરો તંત્ર દ્વારા બંધ કરવા આવ્યો છે. તો વહીવટીતંત્ર નિદ્રાધીન માં થી કયારે જાગશે તે જોવા નું રહ્યું .
આમ જોવા જઈએ તો રાજા ઓ તળાવ શા માટે બંધાવતા હતા.કે પશુ પક્ષી ઓ તથા કપડાં ધોવા માટે તળાવ બંધાવવા આવતું હતું આજે તળાવ માં કપડાં તથા પશુ ઓ ને પાણી ના પીવે તે માટે વિષ્ણુ પુરી તળાવ માં જાળી મારી છે. તો વિષ્ણુ પુરી તળાવ માં વરસાદી પાણી થી ભરવા માટે આવરો બંધ કરી નાખ્યો છે તો તેનું શું વહીવટી તંત્ર આ તળાવ ભરવા માટે નો આવરો ખુલ્લો કરશે ખરાં તે પણ પ્રશ્ન ઉદભવો છે???? વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન કયારે જાગશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.