વંથલી પોલીસ દ્વારા વ્યાજખોરી ડામવા જાગૃતિ શિબિર નું આયોજન ડીવાયએસપી સહીત આગેવાનો ની ઉપસ્થિતિ માં વિસ્તૃત માર્ગદર્શન અપાયું... - At This Time

વંથલી પોલીસ દ્વારા વ્યાજખોરી ડામવા જાગૃતિ શિબિર નું આયોજન ડીવાયએસપી સહીત આગેવાનો ની ઉપસ્થિતિ માં વિસ્તૃત માર્ગદર્શન અપાયું…


ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે વ્યાજખોરો અને વ્યાજખોરી ને અંકુશ માં લેવા અને લોકો માં જાગૃતિ ફેલાવવાના ઉદેશ થી તાલુકા મથકે જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે વંથલી પોલીસ સ્ટેશન ખાતે "લોકોની વ્યાજખોરી સહીત ની વિવિધ સમસ્યાઓને સાંભળી તેના સમાધાન માટે પોલીસ આપણે દ્વાર" શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર માં આ વિસ્તાર નાં ડી.વાય.એસ.પી. બી.સી. ઠક્કર, પોલીસ સર્કલ ઇન્સ્પેક્ટર એંચ.એન રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી આહીર. તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર માં તમામ પોલીસ અધિકારીઓ એ લોકો ને વ્યાજખોરી થી પીડાતા લોકો ને વિના સંકોચે પોલીસની મદદ લેવા જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે વ્યાજખોરો અને વ્યાજખોરીને અન્કુશમાં લેવા માટેના "ગુજરાત મનીલેન્ડર્સ એકટ ૨૦૧૧ ને અદ્યતન બનાવવા સૂચનો માંગવામાં આવ્યા હતા. આ કાયદામાં સુધારો આવ્યા પછી વીતેલા પાંચ વર્ષમાં ગુજરાત માં વ્યાજખોરો સામે અનેક ગુનાઓ નોધાઇ ચુક્યા છે. ખાસ કરીને લાઈસન્સ વગર નાણા ધીરધારનો ગેરકાયદેસર ધંધો કરી મન પડે તેટલું વ્યાજ વસુલતા તત્વો પર અંકુશ મેળવવા માટે "મનીલેન્ડર્સ એક્ટનો નવો ડ્રાફ્ટ" તૈયાર કરવા ગુજરાતના પોલીસ ઇન્સ્પેકટર્સ પાસે વિગતવાર માહિતી મંગાવી હતી. ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ, ૨૦૧૧માં સુધારા પસાર કરીને ગુજરાત સરકારે ખરડાની કેટલીક આકરી જોગવાઈઓને હળવી કરી હતી. ૨૦૧૧ માં પસાર કરાયેલ મૂળ કાયદાની કલમ ૨૧ પ્રમાણે નાણા ધીરધાર કરનારે એકદમ યોગ્ય રીતે અને રોજેરોજની વિગતો સાથે રોજેરોજની વિગતો સાથે હિસાબ રાખવા ફરજીયાત હતા. કેશબુક, લેજર, ગીરવે મુકેલી વસ્તુઓ કે સંપતિની વિગતો તથા ઉછીના નાણાં લેનાર લોકોનું રજીસ્ટર રાખવું ફરજીયાત બનાવાયા હતા. કલમ ૨૨ મુજબ ધીરધાર કરનારે વ્યાજ સહીત ચૂકવાયેલી તથા બાકી રહેલી રકમની વિગતો વર્ષ પૂર્ણ થયે તેના ૩૦ દિવસની અંદર નાણા વ્યાજે લેનારને આપવી ફરજીયાત હતી. આ કાયદાની કલમ ૪૩ મુજબ આ જોગવાઈઓનું પાલન નહિ કરવા બદલ એક વર્ષ સુધીની જેલની સજા તેમજ ૧૦ હજાર રૂપિયા સુધીની દંડની પણ જોગવાઈ હતી. આવા સુધારા પછી પણ ગેરકાયદેસર નાણા ધીરતા "વ્યાજખોરો" નિરંકુશ રહેતા ગુજરાત સરકારે મનીલેન્ડર્સ એક્ટને વધુ કડક બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image