સુરેન્દ્રનગર જીલ્લાના મધ્યાહન ભોજન કર્મચારીઓની પડતર માંગણીઓ માટે કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું. - At This Time

સુરેન્દ્રનગર જીલ્લાના મધ્યાહન ભોજન કર્મચારીઓની પડતર માંગણીઓ માટે કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું.


રાજ્યની દરેક સરકારી પ્રાથમિક શાળા માં મધ્યાહન ભોજન ચાલુ છે. પરંતુ મધ્યાહન ભોજન ચલાવનાર ને માનદવેતન ખુબ જ ઓછું છે. જેમાં સંચાલક, ને માસીક 1600 રૂ! રસોઈયા ને માસીક 1000 થી 1400 મદદનિશ, ને માસીક 400 થી 1000 છે જે હાલની મોંઘવારી માં નજીવું વેતન ગણાય છે. જે માટે ની મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા એમની અમુક પડતર માંગણી છે. જેવી કે
( ૧ ) મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ વેતન આપો
( ર ) ” ચપટીભેર વેતન અને ખોબાભેર જવાબદારીની નીતી દુર કરી ” સમાન કામ સમાન વેતનની અમલવારી કરો .
( ૩ ) દર વર્ષે ૭.૫૪ કુકીંગ કોસ્ટમાંનો વઘારો નિયિમત આપો .
( ૪ ) નાસ્તાની પેશગી તથા અનાજની ફાળવણી અલગથી આપી હાલની બજાર કિંમત મુજબ ચીજવસ્તુઓના ભાવોની અમલવારી કરો ,
( ૫ ) કામનો સમય ૫ થી ૬ કલાક હોવાથી માનદવેતન શબ્દ દુર કરી લઘુતમ વેતન મુજબ વેતનની અમલવારી કરો .

વગેરે માંગણીઓ માટે સરકાર પાસે અપીલ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના મધ્યાહન ભોજન મંડળ ના પ્રમુખ તથા સંચાલકો એ મોટી સંખ્યામાં હાજર રહી સરકાર સુધી માંગણીઓ પહોંચે માટે કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું..

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.