વિવાદિત ઢોર ડબાની વ્યવસ્થાની દિલ્હીના અધિકારીઓએ પ્રશંસા કરી
ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં ભ્રષ્ટાચાર અને બેદરકારી મામલે અનેક આક્ષેપો થઇ રહ્યા છે અને સારવાર- સુવિધા, માવજતના અભાવે મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુ થતા હોવાના ગંભીર આક્ષેપો બાદ ઢોર ડબ્બામાં વધારાની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના વેટરનરી વિભાગના બે તબીબોએ ગાંધીનગર મહાનગરપાલિકાના ઢોર ડબ્બાની પ્રસંશા કરી છે અને અહીં જેવી સુવિધા દિલ્હીમાં ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.