રાજકોટમાં પ્રસંગમાં મહેમાન બનેલો કૌટુંબિક ભાઈ તસ્કર બન્યો: રૂા.1.95 લાખના દાગીનાની ચોરી કરી ફરાર
નંદહોલ પાછળ અર્જુન પાર્ક સામે રહેતાં ગેરેજ સંચાલક યુવાનના ઘરે તેમના પુત્રની મુંડનવિધિના કાર્યક્રમમાં 100 થી વધું મહેમાનો મહેમાન ગતિ મણિ રહ્યાં હતાં.
ત્યારે જ તસ્કરના રૂપમાં આવેલ કૌટુંબિક ભાઈએ યુવાનના ગળામાં તેને પહેરેલ સોનાનો ચેઇન તેમજ રૂમમાં સેટી પર રાખેલ સોનાનો હાર અને સોનાની વિંટી મળી કુલ રૂ.1.90 લાખના દાગીના ચોરી ફરાર થઇ જતાં પ્રસંગમાં સોંપો પડી ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં નંદાહોલ પાછળ ખોડિયાર નગર મેઈન રોડ પર અર્જુન પાર્કની સામે રહેતા પાર્થ નરેન્દ્રભાઈ ડોબરીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં શકમંદ તરીકે નવદીપ રાજેશ ડોબરીયા અથવા અજાણ્યાં શખ્સનું નામ આપતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગેરેજ ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે.
તેમના ઘરે ગઈ તા.28-07 ના તેમના પુત્રના બાલ મોવાળાની વિધિ રાખી હોય જેથી પરીવાર તેમજ સગા સબંધીઓને આમંત્રિત કર્યા હતાં. પ્રશંગમાં 100 થી વધું મહેમાનો આવ્યાં હતાં અને ખુસીનો માહોલ ઘરમાં હતો.
તેઓએ પોતાના ગળામાં સોનાનો ચેઇન પહેર્યો હતો અને મહેમાનો આવતાં હતાં. દરમિયાન તેમની પત્ની ધર્મિષ્ઠાબેન પણ સોનાનો હાર અને વિંટી પહેરવા માટે દાગીના કબાટમાંથી કાઢી સેટી પર રાખ્યાં હતાં.
દરમિયાન બપોરના ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધીના સમયગાળામાં ફરિયાદીના ગળામાંથી સોનાનો ચેઇન રૂ.50 હજારનો અચાનક ગાયબ થતાં દોડધામ મચી ગઇ હતી. બાદમાં તેઓએ તપાસ કરતાં તેમની પત્નીએ સેટી પર રાખેલ સોનાનો હાર રૂ.1.20 લાખ અને સોનાની વિંટી રૂ.25 હજારની પણ ગાયબ હતી.
જેથી યુવાન સહિત સગા સબંધીઓ પણ દાગીના શોધવા લાગ્યાં હતાં. ત્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં ફરિયાદીના કાકાનો પુત્ર નવદીપ ડોબરીયા તેમના ગળામાંથી અને સેટી પરથી દાગીના લઈ જતો જોવા મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
દોડી આવેલ ભક્તિનગર પોલીસે કુલ રૂ.1.90 લાખના દાગીનાની ચોરીની ફરીયાદ નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતાં શકમંદ તરીકે નવદીપ ડોબરીયા નામનો શખ્સ દેખાતા તેની શોધખોળ હાથ ધરી સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.