ગોધરા અને શહેરા તાલુકામાં “આપ” ના કાર્યકરોની બેઠકો મળી, BLA ટ્રેનીંગ આપવામાં આવી
ગોધરા
તા:૧૭/૧૦/૨૦૨૩
બુથ લેવલ એજન્ટ અને બુથ સમિતિ "આપ" ના બુથની તાકાત બનાવાની છે. પોતાનું બુથ મજબુત બનાવો: દિનેશ બારીઆ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે તેથી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લક્ષી પ્રક્રિયામાં કામગીરી માટે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓનો પણ સહયોગ અને સહકાર માટે જણાવવામાં આવે છે. આ બાબતે લોકસભાની ચૂંટણી પુર્વે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવતો હોય છે તેમાં તમામ રાષ્ટ્રીય પાર્ટીઓના બુથ લેવલ એજન્ટ ની મદદ લેવામાં આવે છે આથી આમ આદમી પાર્ટી દ્વારા બુથ લેવલ એજન્ટ ની નિયુક્તિ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત આજ રોજ ગોધરા તથા શહેરા તાલુકાઓમાં કાર્યકરો સાથે બેઠકો યોજાઈ. ગોધરા તાલુકામાં ગદુકપુર મુકામે તાલુકા પ્રમુખ હિંમતસિંહ ચૌહાણ જ્યારે શહેરા તાલુકામાં તાલુકા પ્રમુખ અરવિંદભાઈ બારીઆના આયોજનથી ધરોલા મુકામે જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆની અધ્યક્ષતામાં બેઠકો રાખવામાં આવી હતી. આ બેઠકોમાં બુથ લેવલ એજન્ટ ની નિમણૂક પ્રક્રિયા, તેમની કામગીરી, તેમની ફરજો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે તાલુકાના નવ નિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, બુથ લેવલ એજન્ટ અને બુથ સમિતિ જો મજબુત હશે તો આપણે બુથ જીતી શકીએ, આ આપણી તાકાત છે, આપણી તાકાત મજબુત કરવી પડશે. આપણે સૌએ આ કામગીરી કરવી પડશે.
ગોધરા તાલુકાના ગદુકપુર મુકામે યોજાયેલી બેઠકમાં પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ પટેલ, કાલોલ તાલુકા પ્રભારી સતિષભાઈ બારીઆ, મોરવા હડફ તાલુકા પ્રભારી રમણભાઈ બારીઆ, જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયેશભાઇ બારીઆ, શહેરા તાલુકા પ્રભારી કે. ડી ચૌહાણ, કિરીટભાઇ પરમાર, જશવંતભાઈ, હિતેશભાઈ પગી,અનિલભાઇ બારીઆ સહિત પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા નિવૃત ASI ડી. બી પટેલ, દોલતસિંહ , રમેશભાઈ, કિરણભાઈ વિગેરે કાર્યકરો પાર્ટીમાં જોડાયા હતા.
રિપોર્ટર , વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.