આદર્શ આચારસંહિતાનાં અમલ માટે માર્ચ- ૨૦૨૪થી મે-૨૦૨૪ સુધીના જિલ્લા/તાલુકા/ગ્રામ કક્ષાના સ્વાગત ફરિયાદ નિવા૨ણ કાર્યક્રમ મોકૂફ રાખવા સુચના આપતા નિવાસી અધિક કલેકટર
આદર્શ આચારસંહિતાનાં અમલ માટે માર્ચ- ૨૦૨૪થી મે-૨૦૨૪ સુધીના જિલ્લા/તાલુકા/ગ્રામ કક્ષાના સ્વાગત ફરિયાદ નિવા૨ણ કાર્યક્રમ મોકૂફ રાખવા સુચના આપતા નિવાસી અધિક કલેકટર
માર્ચ-૨૦૨૪ના માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૦૩/૨૦૨૪ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.પરંતુ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ તેમજ ચૂંટણી તંત્ર ગાંધીનગરના તા.૧૬/૦૩/૨૦૨૪ મુજબના પરીપત્રથી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે.જે અન્વયે તા.૧૬/૦૩/૨૦૨૪થી રાજ્યમાં આદર્શ આચારસંહિતા(Model Code of Conduct)અમલમાં મુકવામાં આવી હોવાથી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે માર્ચ- ૨૦૨૪થી મે-૨૦૨૪ સુધીના જિલ્લા/તાલુકા/ગ્રામ કક્ષાના સ્વાગત ફરિયાદ નિવા૨ણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે.જેની બોટાદ નિવાસી અધિક કલેકટરશ્રી પી.એલ.ઝણકાત દ્વારા જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.