ચોકડી ગામે મોહરમ પર્વ ની થઇ ઉજવણી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે વર્ષો થી હિન્દુ મુસ્લિમ ભાઈ ચારા સાથે મોહરમ પર્વ ની ઉજવણી આશરે બસો વર્ષથી પણ વધારે વર્ષો થી કરવામાં આવે છે જેમા આ વર્ષે પણ ચોકડી ગામ માં મુસ્લિમ સમાજના મોહરમ મહિના ના નવ અને દસમા દિવસે તાજીયા જુલૂસ કાઢવામા આવેછે સાદાત જમાત કમેટી ચોકડી દ્વારા સમસ્ત ગામ લોકો ને નિયાઝ (પ્રસાદ) તરીકે દુધ કોલ્ડ્રીગ શરબત ચોકલેટ બિસ્કીટ જેવી વસ્તુઓ પ્રસાદ તરીકે આપવામાં આવેછે તેમજ શાન્તી પુર્વક તાજીયા જુલૂસ પુર્ણ થાય છે
સમસ્ત ગામ લોકો ને નિયાઝ (પ્રસાદ) તરીકે દુધ કોલ્ડ્રીગ શરબત ચોકલેટ બિસ્કીટ જેવી વસ્તુઓ પ્રસાદ તરીકે આપવામાં આવેછે જેમાં આ વર્ષે કમેટી ના નાના બાળકો દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી હતી જેમાં મોહરમ ના પહેલા દિવસ થી 10 દિવસ સુધી શરબત નું વિતરણ તેમજ નાસ્તા માટે સમોસા સેન્ડવિચ ભુગળા બટેકા પકોડા જેવી અનેક ચીજ વસ્તુઓ ન્યાઝ (પ્રસાદી) નું જાહેર જનતા માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યું હતું તેમજ તાજિયા જુલૂસ શાન્તી પુર્વક મહોલ માં પુર્ણ થયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.