બરવાળા તાલુકાની ચાચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
આજ રોજ ચાચરીયા પ્રાથમિક શાળામાં ભવ્યાતિભવ્ય રીતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -2024 ની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકા અને ધો-1 ના નાનકડાં ભુલકાઓનુ 100% નામાંકન કરવામાં આવ્યું સરકારની દીર્ઘદ્રષ્ટિ થકી વર્ષો પૂર્વે 100% નામાંકન, સ્થાયી કરણ અને 6 થી 14 વર્ષના બાળકો મફત અને ફરજીયાત અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને શાળામાં પ્રવેશ પામતું બાળક શાળામાં આનંદ, ઉલ્લાસ અને હરખભેર શિક્ષણ મેળવે એવા ઉમદા હેતુસર આ પર્વે દર વર્ષે ઉજવવામાં આવે છે આજનાં રુડાં દિવસે શાળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ જેઠીબેન પી. પરમાર,તાલુકા પંચાયત બરવાળા પ્રમુખ વિરેન્દ્રભાઈ જે.ખાચર, જિલ્લા પંચાયત બોટાદના પાલજીભાઈ પરમાર, બરવાળા તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત સાહેબ,બોટાદ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અલ્પાબા વિજયસિંહ ચુડાસમા, બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગઢિયા,બરવાળા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેશભાઈ સુથાર, ચેરમેન એપીએમસી બરવાળા ભાવિકભાઈ ખાચર ,બી.આર.સી નિલેશભાઈકણજરિયા,સી.આર.સી.શંભુભઈ ખેંગારભાઈ મુધંવા ચાચરિયા ગામ વરિષ્ઠ આગેવાન દિલીપભાઈ ખાચર તથા એસ.એમ. અધ્યક્ષ હરેશભાઈ ધાધલ સાથે મોટી સંખ્યામાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો મહેમાનોના આગમનને શ્રેષ્ઠ રીતે વધાવતા અમારી શ્રી ચાચરીયા પ્રાથમિક શાળાની 51 દીકરીઓ માથે સામૈયા લઈને , કુમકુમ તિલક તેમજ પુષ્પવર્ષા કરી એક અદ્ભુત દ્રશ્ય સર્જી સૌ મહાનુભાવોના દિલ જીતી લીધા દીપ પ્રાગટ્ય અને સંસ્કૃતિની અને શ્રીમદ્ ભગવતગીતાની ઝાંખી કરાવતા શ્લોકો સાથે સુંદર પ્રાર્થના રજુ થઈ, શાળાના સારસ્વત રીટાબેન દ્વારા શાબ્દિક સ્વાગત,તથા શાળાની દીકરીઓનું ખાદીના રુમાલ તથા પુસ્તક આપી સન્માન કરાયું ત્યારબાદ વિધિવત રીતે આંગણવાડી,બાલવાટીકા તથા ધો-1 ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, તેજસ્વી તારલાઓના સન્માન સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બરવાળા હિતેશભાઈ,બરવાળા તાલુકા પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર તથા પાલજીભાઈ પરમાર દ્વારા પ્રસંગોચિત સુંદર પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની કનકદીવડી બની ઊભરેલી આ ચાચરિયા પ્રા સરકારી શાળા શ્રેષ્ઠ શાળા તરીકે સૌએ હૃદયથી બીરદાવી આચાર્ય પ્રકાશભાઈ તથા શાળા પરિવાર માટે સૌએ રાજીપો વ્યક્ત કરી સૌને ઉત્તમ કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ સુંદર અને યાદગાર પ્રસંગે અનેક સન્માનો અને શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યો થકી સમગ્ર શિક્ષક સમાજનું ગૌરવ અને ચાચરિયા પ્રાથમિક શાળાના ઈનોવેટિવ શિક્ષક, શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક અને કેળવણીકાર પ્રવીણભાઈ ખાચરનુ હમણાં જ રાજ્યકક્ષાએ દ્રોણા ઍવોર્ડ મેળવવાની વિશેષ સિદ્ધિ બદલ સન્માનપત્ર દ્વારા સૌ મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આમ રીટાબેન સથવારા દ્વારા આભારવિધિ બાદ શાળા પ્રદર્શન,શાળા મુલાકાત,એસ.એમ.સી મીટીંગ સાથે વૃક્ષારોપણ કરી આવો યાદગાર ઉપક્રમ ચરિતાર્થ થયો સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ધોરણ -4 ના પ્રતિભાશાળી વિદ્યાર્થી સૂર્યદીપ ખાચર તથા શાળાનાં શ્રેષ્ઠ સારસ્વત પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતુ.
બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.