મોડર્ન વિલેજ આદર્શ ગામ ભીંગરાડ નેત્રમ થી સુસજ્જ બનશે પી એસ આઈ જાડેજા ની અધ્યક્ષતા માં યોજાયેલ લોકદરબાર માં દાતા પરેશભાઈ વિરાણી નો સંકલ્પ
મોડર્ન વિલેજ આદર્શ ગામ ભીંગરાડ નેત્રમ થી સુસજ્જ બનશે
પી એસ આઈ જાડેજા ની અધ્યક્ષતા માં યોજાયેલ લોકદરબાર માં દાતા પરેશભાઈ વિરાણી નો સંકલ્પ
દામનગર ના ભીંગરાડ ગામ ખાતે મકરસંક્રાંતિ ના પાવન દિવસે લાઠી પી એસ આઈ ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો તેમાં દાતા પરિવાર ના મોભી જીવરાજભાઈ વિરાણી ના પુત્રરત્ન પરેશભાઈ વિરાણી નો સીસી ટીવી કેમેરા મુકાવી આપતો સંકલ્પ કર્યો મોડર્ન વિલેજ આદર્શ ગામ ભીંગરાડ ને ટેક્નોસેવી નેટવર્ક થી સુસજ્જ કરવા સલામતી માટે નેત્રમ સીસી ટીવી કેમેરા નો અનોખો સંકલ્પ ગ્રામવિકાસ માં ઉદારદિલ દાતા પરિવાર ની ઉદારતા એ ભૌતિક સુવિધા જન સુખાકારી માં ઉતરોતર વધારો કરતા રહ્યા છે જે સૌથી મોટી ખુશી ની વાત છે માણેકભાઈ લાઠીયા તેમજ અરવિંદભાઈ આણદાણી એ ભીંગરાડ ગામ ને ઉપનગર જેવી સુવિધા ઓ અર્પી છે બાગબગીચા રમતગમત મેદાન દવાખાનું પ્રાથના હોલ સ્કૂલ આકર્ષક દરવાજા જળમંદિરો સહિત રોડ રસ્તા ઓમાં પણ ઉદાર સખાવતો કરતા આદર્શ ગામ ભીગરાડ માં ગ્રામ વિકાસ માં કરાતી સખાવતો નોંધપાત્ર રહી છે ગામ ને આધુનિલ લુક સાથે ઉત્તમોત્તમ સુવિધા ઓ બદલ સર્વત્ર ખુશી વ્યાપી હતી તેમાં વધારો કરતા પરેશભાઈ વિરાણી એ માદરે વતન ભીગરાડ ને સીસી ટીવી કેમેરા થી સુસજ્જ કરવા ના સંકલ્પ ની સર્વત્ર સરાહના સાથે લાઠી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ જાડેજા સાહેબ એ.એસ.આઈ શક્તિસિંહ ગોહિલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાજ માં બનતા ગુનાઓ ચોરી લૂંટફાટ અને તેને રોકવા અને બનેલ ગુના ઓ ડિટેકટિવ કરવા માં આશીર્વાદ રૂપ બનતા સી સી ટીવી કેમેરા ઓ આંસોદાર રોડ થી લઈ ને ગાર્ડન સુધી ની તમામ જગ્યા નું કવરેજ કરી શકાય તે માટે પોલીસ અને ગ્રામ અગ્રણી ઓએ રૂબરૂ નિરીક્ષણ કરી ગ્રામજનો ની હાજરી નેત્રમ ને ક્યાં ઇન્સ્ટોલ કરવા ? તેવી વ્યૂહાત્મક જગ્યા માટે સ્થાનિક પોલીસ સ્ટાફ ના માર્ગદર્શન થી નિરીક્ષણ કરાયુ હતું ગ્રામવિકાસ ની કેડી કંડારી ઉત્તમોત્તમ વ્યવસ્થા થી સુસજ્જ બનેલ મોર્ડન વિલેજ ગામ ભીંગરાડ ના વિકાસ માં દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી અમરેલી જિલ્લા માં નમૂના રૂપ ભીંગરાડ ગામ બનતા દાતા પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરાય હતી આ તકે ભીંગરાડ ગામ ના સીસીટીવી કેમેરા દાતા શ્રી જીવરાજભાઈ વિરાણી વિજયભાઈ સોહલીયા માજી સરપંચ ઘનશ્યામભાઈ કાકડીયા ભરતભાઈ ધામી અરવિંદભાઈ લાઠીયા અશોકભાઈ ગજેરા ભરતભાઈ સોહલીયા કિશોરભાઈ આણદાણી સુરેશભાઈ માંગુકિયા નજીર મીઠાણી અજીતભાઈ (કાળુ) મીઠાણી કિશોરભાઈ મિસ્ત્રી સહિત ના ગ્રામજનો હાજર રહેલા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.