સાબરકાંઠા જિલ્લામાં તા. ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે
જિલ્લા પંચાયતની ૩૬ સીટ પર ૭૨ ગામોમાં અને જિલ્લાની ૬ નગરપાલીકાઓમાં આ વિકાસ રથ યાત્રા યોજાશે.
૦૦૦૦૦૦૦૦
સમગ્ર ગુજરાતની સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે યોજાનાર આ યાત્રા દરમિયાન વિકાસ કામોનુ લોકાર્પણ-ખાત મુહુર્ત કરાશે. યાત્રાના પ્રથમ દિવસે જિલ્લાકક્ષાના બે મોટો કાર્યક્ર્મ યોજાશે. જિલ્લામાં બે રથ આવશે અને તેના નિર્ધારીત રૂટ પ્રમાણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે.
આ વિકાસ યાત્રા દરમિયાન ૧૪ જેટલા વિવિધ વિભાગોના સહયોગથી જિલ્લામાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલ વિકાસને જન-જન સુધી પહોચાડવામાં આવશે. તેમજ પ્રજા હિતકારી યોજનાના લાભોનુ લાભાર્થીઓનો વિતરણ કરાશે. શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લા પંચાયતની ૩૬ સીટ પર ૭૨ ગામોમાં અને જિલ્લાની ૬ નગરપાલીકાઓમાં આ રથ યાત્રા યોજાશે.
આ યાત્રા માટે જિલ્લાકક્ષાએ થી ૮ નોડલ અધિકારીઓની નિમણુંક તથા તાલુકાકક્ષાએ ટી.ડી.ઓની લાયઝન અધિકારી તરીકે નિમણૂક
તથા તાલુકાકક્ષાએ ટી.ડી.ઓની લાયઝન અધિકારી તરીકે નિમણૂક તાલુકા વાઇઝ નોડલ અધિકારીઓની નીમણુંક કરવામાં આવી છે.
જિલ્લામાં ભ્રમણ કરનાર વંદે ગુજરાત વિકાસ રથ નં. ૧ માં તલોદ તાલુકાની જિલ્લા પંચાયત સીટ પુંસરી, બડોદરાના ત્રણ-ત્રણ ગામ જ્યારે દોલતાબાદના બે ગામ અને તલોદ નગરપાલીકા વિસ્તારમાં એમ આઠ ગામ અને એક નગરપાલીકાના ભ્રમણ કરશે.
પ્રાંતિજ તાલુકાની જિલ્લા પંચાયત સીટ બાલીસણા,સીતવાડા,સોનાસણ, અને મોયદના આઠ ગામ અને પ્રાંતિજ નગરપાલીકાના તમામ વોર્ડમાં ભ્રમણ કરશે.
હિંમતનગર તાલુકાની જિલ્લા પંચાયત સીટ પરબડા,સવગઢ, વક્તાપુર, કાંકણોલ, બેરણા,બળવંતપુરા, રાયગઢ, જામળાના બે-બે ગામ એમ કુલ ૧૬ ગામ અને હિંમતનગર નગરપાલીકા વિસ્તારમાં તા. ૫ થી ૧૯ સુધી વિકાસની વાતો સાથે આ રથ ભ્રમણ કરશે.
જ્યારે રથ નં. ૨ તા. ૫ જૂલાઇ થી પોશીના તાલુકાની જિલ્લા પંચાયત સીટ દંત્રાલ, ચંદ્રાણા,કોટડાના ત્રણ-ત્રણ ગામ જ્યારે દેમતી સીટના બે ગામ એમ આઠ ગ્રામ્ય તેમજ પોશીના શહેરી વિસ્તારમાં ફરશે.
ખેડબ્રહ્મા તાલુકામાં જિલ્લા પંચાયત સીટ પાટડીયા, આગીયા,ખેડવા અને લક્ષ્મીપુરાના ત્રણ-ત્રણ ગામ એમ નવ ગામને આવરી લેવાશે.
વિજયનગર તાલુકાની જિલ્લા પંચાયત સીટ પરોસડા,વિજયનગર તેમજ કણાદરના કુલ છ ગામોને આવરી લેશે.
વડાલી તાલુકાની જિલ્લા પંચાયત સીટ મહોર, નાદરીના ચાર ગામ અને વડાલી નગરપાલીકા વિસ્તારમાં ભ્રમણ કરશે.
ઇડર તાલુકાની જિલ્લા પંચાયત સીટ કડિયાદરા,ગોરલ, બડોલી, ઇડર નગરપાલીકા/ ગોરવાડ, કેશરપુરા,દાવડ તેમજ જાદરના ૧૪ ગામ અને નગરપાલીકા વિસ્તાર એમ કુલ ૩૬ જિલ્લા પંચાયત સીટના ૭૨ ગામ અને ૬ નગરપાલીકા વિસ્તારમાં આ રથ ભ્રમણ કરશે.
આબદઅલી ભુરા
સાબરકાંઠાન
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.