બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરના દિશા-નિર્દેશ અનુસાર મતદાન જાગૃતિ અંગે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન
બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરના દિશા-નિર્દેશ અનુસાર મતદાન જાગૃતિ અંગે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન
ગઢડા ખાતે શ્રી જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલયમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ રૂપે અવસર આવી રહ્યો છે.જે અંતર્ગત મહત્તમ મતદાન માટે નાગરિકો પ્રેરાય તેવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા સ્વીપના માધ્યમ મારફતે કરવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર ડો.જીન્સી રોયના દિશા-નિર્દેશ અનુસાર તેમજ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બોટાદના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.ત્યારે ગઢડા ખાતે શ્રી જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલયમાં મતદાન પરત્વે જાગૃતિ અંતર્ગત ગીત,વકૃત્વ તેમજ મતદાન શપથ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં મહાવિદ્યાલયના આચાર્ય અને પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને મતદાનનું મૂલ્ય અને મતદાનના આધિકાર વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ કાર્યક્રમના અંતે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત હું અવશ્ય મતદાન કરીશ”ના આશયથી સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.