રાજુલા વૃદ્ધાશ્રમ ખાતે બ્લડ ડોનેશન સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા - At This Time

રાજુલા વૃદ્ધાશ્રમ ખાતે બ્લડ ડોનેશન સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા


રાજુલા વૃદ્ધાશ્રમ ખાતે બ્લડ ડોનેશન સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા

રાજુલા શહેરમાં વૃદ્ધાશ્રમ ખાતે અમરેલી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સાગર સરવૈયા તથા તેમના પરિવાર દ્વારા બ્લડ ડોનેશન સહિત વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ જેમાં બ્લડ ડોનેશન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપક પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો
રાજુલા શહેરમાં સ્વ.દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયા ની નવમી પુણ્યતિથિ નિમિત્તે 13 મો બ્લડ ડોનેશન કેમ્પનું સરવૈયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ આ કેમ્પ માં સાથે સાથે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીના સહયોગથી 70 વર્ષથી ઉપરના વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું જે સ્થળ પર જ 20 લોકોને આ આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ કાઢી આપવામાં આવેલા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હાથે આ વડીલોની આપવામાં આવ્યા સાથે સાથે આ કાર્યક્રમમાં રાજુલા શ્રીજી હોસ્પિટલના સહયોગથી બીપી ડાયાબિટીસ ચેકઅપ તથા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ડોક્ટર બલદાણીયા ડોક્ટર વિપુલ બાવળીયા તેમજ ડોક્ટર ઉર્મિલાબેન બલદાણીયા આ નિદાન કેમ્પમાં પોતાની સેવા આપેલી આ કેમ્પમાં બ્લડ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક ની ટીમ દ્વારા પોતાની વિશેષ સેવા આપવામાં આવેલી આ કાર્યક્રમમાં સાધુ સંતો વેપારીઓ આગેવાનો રાજકીય કાર્યકરો તેમજ રાજુલાના ધારાસભ્યો હીરાલાલ સોલંકી તેમજ દિવ્યભાસ્કર ના સિનિયર એડિટર ધૈવત ત્રિવેદી તેમજ મારુતિ ધામ ના મહંત ભાવેશ બાપુ તેમજ પૂજ્ય હરિનંદ સ્વામી શ્રી નારાયણ સ્વામી
હિતેશ દાદા સહિત ના અનેક લોકો એ હાજરી આપેલી આ કાર્યક્રમ માં રાજુલા પાસેના કડીયાળી ગામના વલ્લભભાઈ બામણીયાએ આજે 60 મી વખત રક્તદાન કરતા રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા તેમને પુષ્પગુચ્છ આપી ચાલ ઓઢાડી અને તેમનું સ્વાગત કરવામાં આવેલું આજના આ કાર્યક્રમમાં કુલ 73 બોટલ લોહી લોકો બ્લડ ડોનેટ કરેલ ત્યારે સમગ્ર કાર્યક્રમના અંતમાં અમદાવાદ બ્લડ બેન્ક દ્વારા સાગરભાઇ સરવૈયા ને પણ સન્માન કરવામાં આવેલું અને અંતમાં સાગરભાઇ સરવૈયા દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવેલો


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image