૧૪મી ડિસેમ્બરેવડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે
અમદાવાદમાં ૧૫મી ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન ઉજવાનારા પ્રમુખ સ્વામીના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી ડિસેમ્બરે ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પૂય મહતં સ્વામી મહારાજની નિશ્રામાં યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં તેઓ ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં ૧૫મી ડિસેમ્બર થી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ–વિદેશના લાખો ભકતો હાજરી આપવાના છે. ૧૪મી ડિસેમ્બરે સાંજે ૪.૪૫ કલાકે મહતં સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ઉદ્દઘાટન કરાશે. ૧૫મીથી એક મહિના માટે આ મહોત્સવ થવાનો છે, જેની પૂર્ણાહતિ ૧૫મી જાન્યુઆરીએ સાંજે ૪.૪૫ કલાકે થશે.
આ મહોત્સવ માટે બનાવવામાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, યોતિ ઉધાન અને લાઇટ–સાઉન્ડ શો સાથે અનેક આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના એસપી રીંગરોડ પર ૬૦૦ એકરમાં નગર બનાવવામાં આવેલું છે. ઉદઘાટન સમારોહમાં ત્રણ લાખ ભકતો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ મહોત્સવમાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેબિનેટના સિનિયર સભ્યો, ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત અનેક મહાનુભાવો હાજરી આપવાના છે. આ ઉત્સવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન ૧૦૦૦ આવાસ વિનામૂલ્યે રહેવા માટે આપશે. આ ઉત્સવના સ્થળે પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦ જેટલી મૂર્તિઓ પણ વિવિધ સ્થળોએ મૂકવામાં આવશે.
રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.