તારીખ 20/2/23 ના રોજ થર્ડ પાર્ટી દ્વારા 181 માં કોલ કરી વિગતો જણાવેલ - At This Time

તારીખ 20/2/23 ના રોજ થર્ડ પાર્ટી દ્વારા 181 માં કોલ કરી વિગતો જણાવેલ


181 કાઉન્સેલર જલ્પાબેન પરમાર કોન્સ્ટેબલ સોનલબેન ઓળકીયા તેમજ પાયલોટ કુલદીપભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પોંચેલ કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળેલ કે માતા પિતા દ્વારા અરજદારના પ્રેમ સબંધો વિષે જાણ થતા અરજદાર ને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો કાઉન્સેલિંગ દરમ્યાન લાંબા ગળાના કાઉન્સેલિંગ ની જરૂર જણાતા અરજી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર માં અરજી રીફર કરેલ અરજદારે પિયર પક્ષ દ્વારા ઘરેલું હિંસાની અરજી આપેલ pbsc કાઉન્સેલર દ્વારા અરજદારને માસનિક સાંતવના આપવામાં આવેલ ત્યાર બાદ તાત્કાલિક અરજદાર ના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અરજદારના માતા પિતા ને ઘરેલું હિંસા વિષે કાયદાકીય માહિતી આપેલ ત્યાર બાદ બંન્ને પક્ષ ની જૂથ મિટિંગ કરેલ જેમાં અરજદાર પોતાના ઘરે જવા ન માંગતા અરજદાર ને ઉતાવળે નિર્ણય ન લેવા તેમજ શાંત ચિતે વિચારવા માટે જણાવેલ આ વાતમાં બંન્ને પક્ષ દ્વારા વિચારવા માટેનો સમય લીધેલ ત્યારબાદ અરજદાર રાજી ખુશી થી તેમના માતા પિતા સાથે ઘરે ગયેલ ત્યારબાદ ફરી બંન્ને પક્ષ ને તારીખ 21/2/23 ના રોજ જૂથ મિટિંગ દ્વારા કાઉન્સેલિંગ કરેલ જેમાં બંન્ને પક્ષ ને માર્ગદર્શન આપેલ જેમાં અરજદારે તેના ભવિષ્યમાં લાંબા ગાળાનો વિચાર કરેલ એને માતા પિતા ને મૂકી ને ક્યાય ન જવા તેમજ માતા પિતા સાથે રહેવાનો નિર્ણય કરેલ અરજદારના માતા પિતા એ દીકરીને પ્રેમ થી સાચવવાની તેમજ શારીરિક માનસિક ત્રાસ નહિ આપવાની લેખિતમાં બાહેંધરી આપવા જણાવેલ ત્યારબાદ બંને પક્ષમાં હર્ષ ઉલ્લાસ જોવા મળેલ બંન્ને પક્ષ ને સેન્ટર ના ફોલોપ માં રહેવા ત્યાર બાદ સેન્ટર દ્વારા દર 5 દિવસે ટેલિફોનિક ફોલોપ લેમા આવતું અરજદાર ની વાતચિત્ત દરમ્યાન સંતોષકારક જવાબ માતા પિતા ખુબજ સારી રીતે રાખે છે તેવું જાણવા મળતું તારીખ 20/3/23 ના રોજ બંન્ને પક્ષ રૂબરૂ સેન્ટર પર આવેલ જેમાં અરજદારે જણાવેલ કે મારા ભવિષ્યનો વિચાર કર્યા વગર ઉતાવળે ખોટો નિર્ણય લીધો જેમાં pbsc સલાહ મળતા ભવિષ્યના વિચાર માટે તક મળતા હાલમાં માતા પિતા ખુબ જ સારી રીતે રાખે છે અરજદાર ના માતા પિતા દ્વારા જણાવેલ કે દીકરી સારી રીતે રહે છે અને ઘરે જે ગૃહ ઉદ્યોગ ચાલે છે તેમાં મદદ પણ કરે છે બંન્ને પક્ષને 181 તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ની સંતોષકારક કામગીરી જણાતા આભાર વ્યક્ત કરેલ ઈન પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.