સાળંગપુરમાં પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી હનુમાન જીવન ચરિત્ર રજૂ કરાયું, મહાઆરતીથી દરેક ભક્તો મંત્રમુગ્ધ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં આજે પહેલાં દિવસની સંધ્યાએ ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાયો છે. મહત્ત્વનું છે કે, આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D ઓગમેન્ટેડ રિઆલિટી ટેક્નોલોજી દ્વારા લેસર પ્રોજેક્શન મેપિંગ કરાયું છે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાન જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો કરવામાં આવી રહ્યો છે.
હનુમાનજીના જીવન ચરિત્ર પર ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શૉ :
આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ તૈયાર કરનારા વિવેક સ્વામી (હૈદરાબાદ)એ જણાવ્યું કે, ”સાળંગપુરમાં જે લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે તેમાં 15થી 17 મિનિટ સુધીનો સમય નક્કી કરાયો છે. જેમાં 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે તેના પર હનુમાનજીના જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો દ્વારા ઇફેક્ટ આપી આખો એક શૉ તૈયાર કરવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે, ”આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયુ છે. મૂ.અ.મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં કરાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યા છે.”
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.