સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીશ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી - At This Time

સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીશ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી


અમદાવાદના સાણંદ પંથકમાં છેલ્લા પંદર દિવસથી વરસાદની રાહ જોવાઇ રહી હતી તે મેઘરાજાનું રવિવારે સાંજે ભારે વંટોળ અને ગાજવીજ સાથે આગમન થયું હતું

ત્યારે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વિરોચનનગર ગામમાં ૩૦થી પણ વધુ મકાનોના કાટમાળ અને પતરા ઉડયા હતા જેથી કરીને વિરોચનનગર વાસીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા અને વૃક્ષો ધરાશાઈને લઈને વિરોચનનગર હમજીપુરા રોડ બ્લોક થઈ ગયો હતો

ભારે પવનને લઈને દોડધામ મચી ગઇ હતી અને જેમાં ૧૦ થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા

ઉલ્લેખનીય છે કે આ મિની વાવાઝોડાનો ભોગ બનનાર અને નુકસાન ભોગવનાર લોકોની સરકારશ્રી પાસે એવી અપેક્ષા છે કે તેઓને યોગ્ય વળતર મળે

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ રિપોર્ટ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.