મોરબીના વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલની ફરી એકવાર આવી બેદરકારી સામે.
ગુજરાતમાં ઘણી બધી એવી હોસ્પિટલો છે કે વારંવાર બેદરકારી સામે આવતી હોય છે.હાલ ત્રણ દિવસ સુધી રાજકોટ સિવિલમાં મૃત લાશને પીએમ માટે મોકલવામાં આવી છે છતા કોઈ પણ પ્રકાર પગલાં લેવામાં આવ્યાં નથી. જ્યારે ફરી એકવાર વાંકાનેર ની શ્રદ્ધા હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ કોળી સમાજના કનુબેન મહેશભાઈ બાબરીયા ઉંમર વર્ષ ૩૫ છે જે શ્રદ્ધા હોસ્પિટલમની બેદરકારીથી મૃત્યુ થયું હતું અને રાજકોટ સમાજ અગ્રણીઓ ઠાકોર સેના તમામ આંદોલનના માર્ગે છે. તો તમામ સમાજ સાથે રહી ને ઠાકોર સમાજ ધરણા પર બેઠી ગયા છે.
ડેડ બોડી પીએમમાં લીધેલ છે. પણ બોડી સ્વીકારવામાં આવશે નહીં. જયા સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી સ્વીકારવામાં આવશે નહીં.
વાંકાનેર માં કેટલા સીઝેરીયેન થાય છે? કેટલો ચાર્જ લેવાય છે? શું બને છે? તેની આજે પણ પેશન્ટને ખ્યાલ હોતો નથી. સમસ્ત કોળી ઠાકોર સમાજની માંગ છે કે આ હોસ્પિટલ નો લાઇસન્સ રદ કરી તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગ છે. ત્યારબાદ જ અમે ડેડ બોડીને અગ્નિસંસ્કાર દેવામાં આવશે.
અહેવાલ જેસીંગભાઇ સારોલા ,, સાયલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.