બનાસકાંઠાનું વિભાજન,વાવ-થરાદ જિલ્લો જાહેર, કાંકરેજ વાસીઓનો વિરોધ.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને નવો જીલ્લો જાહેર થવાની રાહ છેલ્લા કેટલાય સમય થી જોવાઇ રહી હતી, પરંતુ ઓગડ દિયોદર, ભાભર, રાધનપુર કે થરાદમાં થી કયા વિસ્તારને જિલ્લો બનાવાશે તે રહસ્ય આજે ૨૦૨૫ના પ્રથમ દિવસે ઉકેલાઈ ગયું હતું, અને મુખ્યમંત્રી કક્ષાએ થી વાવ-થરાદ નામનો જિલ્લો બનાવી અને થરાદ ને જિલ્લા નું વડું મથક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી,નવા જિલ્લાની જાહેરાત બાદ કેટલાક વિસ્તારોમાં ખુશી તો કેટલાક વિસ્તારોમાં અણગમો જોવા મળ્યો હતો,
જેમાં કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની વાત ને લઈ કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાંથી નવા જિલ્લાને લઈ વિરોધનો સુર ઉઠયો હતો, ગુજરાતમાં ચોત્રીસમો નવો જિલ્લો થરાદ બન્યો અને તેમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ થયો હોવાના કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો જેને લઇ ને ગ્રામજનો, વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી હતી, કાંકરેજ વિસ્તાર ની પ્રજાની એક જ માંગ હતી કે અમને બનાસકાંઠામાં જ રાખો કેમકે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે એ તૂટી ના જાય એ માટે કાંકરેજ તાલુકાના વિસ્તારને બનાસકાંઠા માં રાખવા કાંકરેજ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.