વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ હેઠળ વડાલી તાલુકાના આસપાસના તમામ વડીલોને એકત્ર કરી તેમને પોતાની ઉંમરના અંતિમ દિવસો - At This Time

વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ હેઠળ વડાલી તાલુકાના આસપાસના તમામ વડીલોને એકત્ર કરી તેમને પોતાની ઉંમરના અંતિમ દિવસો


વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ હેઠળ વડાલી તાલુકાના આસપાસના તમામ વડીલોને એકત્ર કરી તેમને પોતાની ઉંમરના અંતિમ દિવસો સુંદર રમણીય વાતાવરણમાં ભજનસંધ્યા સાથે પસાર થાય તે હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો
આ જગ્યાએ તમામ વડીલો ભેગા થઈને પોતાની આપ વીતી કહીને દુઃખ હળવું કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી આ કાર્યક્રમ હેઠળ ધામડી ગામના ભામાશા એવા જયંતીભાઈ પાટીદાર પોતાનું તન મન ધન સર્વસ્વ અર્પણ કરીને આ સંસ્થા ચલાવતા હતા સાથે સાથે શ્રીમદ ભાગવત કથા સપ્તાહમૃત યોજીને ધામડી ગામે ગૌશાળાના નિર્માણમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો હતો ત્યારે આજથી બરોબર એક વર્ષ પહેલાં તેમનું દુઃખદ અવસાન થયું હતું ત્યારે અત્યારે પણ તેઓ લોકોના હૃદયમાં જીવિત છે અને તેમની યાદમાં તેમના પરિવાર દ્વારા તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક પુણ્યતિથિમાં દર્દીઓને મફત નિદાન તથા દવાઓ આપવામાં આવી હતી બીજું બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આવનાર દરેક વડીલો યુવાનો તમામને એક એક છોડ પણ આપવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં નોરતા વાળા સંત શ્રી દોલતરામ મહારાજ વસાઈ આશ્રમના શ્રીમદ ભાગવત કથાકાર શ્રી શ્યામસુંદરજી મહારાજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના નવનિર્વાચિત સાંસદ શુભનાબેન બારૈયા ઇડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત વડાલી ઈડર તાલુકાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વડાલી તથા ઇડર ખેડબ્રહ્મા તાલુકા માંથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો પધાર્યા હતા અને સ્વર્ગસ્થ શ્રી જયંતીભાઈ પાટીદાર ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં પધારવા બદલ શ્રી જયંતીભાઈ પાટીદારના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રીઊહસમુખ પ્રજાપતિ સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.