વીંછિયાના ઓરી ગામે ઓધવજીભાઈ કોળીની હત્યા: બે આરોપીઓ ઝડપાયા પાંચ ફરાર
વીંછિયાના ઓરી ગામે ઓધવજીભાઈ કોળીની હત્યા: બે આરોપીઓ ઝડપાયા પાંચ ફરાર
વિંછીયાના ઓરી ગામે વાડીએ સૂતેલા કોળી આધેડ પર જુના ડખ્ખાનો ખાર રાખી આઠ શખ્સોએ લાકડી અને પાઇપથી હુમલો કરતા ઘવાયેલા કોળી આધેડનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી અન્ય પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના ઓરી ગામે જવાના રસ્તે પોતાની વાડીએ સૂતેલા ઓધવજીભાઇ કોળી ઉપર ઓળી ગામના જેન્તી ઉર્ફે જય જીવણભાઇ ઉર્ફે જીવરાજભાઇ જમોડ તથા જેન્તી પરસોત્તમ સરવૈયા અને અન્ય પાંચ અજાણ્યા શખ્સોએ લાકડી અને પાઇપથી હુમલો કરતા ઓધવજીભાઇને પ્રથમ વિંછીયા બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
આરોપી જેન્તી ઉર્ફે જયના પિતા જીવણભાઇ સાથે એક વર્ષ પહેલા મૃતક ઓધવજીભાઇના પરિવારને માથાકુટ થયેલ હોય તે બનાવનો ખાર રાખી આરોપી જેન્તી ઉર્ફે જય તથા જેન્તી પરસોત્તમભાઇ સરવૈયાએ પૂર્વયોજીત કાવત્રુ રચી અન્ય પાંચ શખ્સો સાથે મળી વાડીએ સૂતેલા ઓધવજીભાઇ ઉપર પાઇપ અને લાકડીથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવ અંગે મૃતક પુત્ર સંજયભાઇ શિયાળે આઠેય શખ્સો સામે ફરિયાદ કરતા વિંછીયા પોલીસે મર્ડર સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો.
દરમિયાન વિંછીયાના પીએસઆઇ આઇ.ડી.જાડેજા તથા સ્ટાફે હત્યા કરનાર જેન્તી ઉર્ફે જય તથા જેન્તી પરસોત્તમ સરવૈયાને દબોચી લીધા હતા. અને હત્યામાં સામેલ અન્ય પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.