અમરેલી માં જિલ્લા માં કુદરતી સંપદાને લૂંટતા ખાણ ખનીજ વિભાગ ના તંત્ર સામે પગલાં લેવા સુખડીયા ની મુખ્યમંત્રી ને ફરિયાદ - At This Time

અમરેલી માં જિલ્લા માં કુદરતી સંપદાને લૂંટતા ખાણ ખનીજ વિભાગ ના તંત્ર સામે પગલાં લેવા સુખડીયા ની મુખ્યમંત્રી ને ફરિયાદ


અમરેલી માં જિલ્લા માં કુદરતી સંપદાને લૂંટતા ખાણ ખનીજ વિભાગ ના તંત્ર સામે પગલાં લેવા સુખડીયા ની મુખ્યમંત્રી ને ફરિયાદ

અમરેલી જિલ્લા ખાણ ખનીજ કચેરી દ્વારા આચરવામાં આવેલ કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરતા સુખડીયા એ રાજ્ય ના મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરી અમરેલી જિલ્લાની ખાણ ખનીજ વિભાગની કચેરીના તત્કાલીન અધિકારીશ્રી સુમિત ચૌહાણ અને રોયલ્ટી ઈન્સ ભાવેશ સાધના મેળાપીપણા થી કુદરતી સંપદાને લુંટતા તત્વોને પોલીસ કે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન બાબતે પકડવામાં આવેલ વાહનોને વે. બ્રિજ કાંટા ચિઠ્ઠી વજનની કર્યા વગર પોતાની રીતે આર્થિક ફાયદો ઉઠાવી નોર્મલ અથવા નિયમનું પાલન કર્યા વગર દંડ કરી દેશની કુદરતી સંપદાને ખનન કરનાર સાથે મેળાપીપણું રચી દેશની સરકાર શ્રીની તીજુરીને નુકશાન કરવામાં આવેલ છે તેમજ અમરેલી શહેરની મધ્યમમાં આવેલ ગૌચરની જમીન ૩૩૪ પૈકી ૫ માંથી તા.૧૫-૫-૨૦૨૩ ના નારણ કાછડીયા તત્કાલીન સાંસદના બંગલાને અડિને આવેલ જમીન માંથી મે.ગેરકાયદેસર ખનન કરનાર નારણ કાછડીયાના મળતીયાઓને પકડાવેલ જેનું ૧ વર્ષ થવા છતા માત્રા નોટીસ આપી સમગ્ર પ્રકરણ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ થઈ રહયો છે. ૧૨૩૪ ચો.મી. જમીન માંથી ખનન થયું હોય જેની જંત્રી મુજબ ૫૩ લાખ થી વધુ સરકારી કિંમત જમીનનું નુકાશાન કરવા છતા યોગ્ય પગલા ભરવામાં આવેલ નથી. જેની તા. ૧૭/૨/૨૦૨૪ ની નકલ સાથે ખાણ ખનીજ કચેરીમાં ચાલતા ભ્રષ્ટ્રાચારની ઉચ્ચ લેવલેથી તપાસ થવા મારી આ રજુઆત છે તમામ જવાબદાર સામે પગલા ભરવા મારી લેખિત ફરિયાદ છે તેમ સુખડીયા એ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.