પડતર માંગણીઓ ના ઉકેલ માટે મેયર એ બોલાવેલી બેઠક પડી ભાંગી. - At This Time

પડતર માંગણીઓ ના ઉકેલ માટે મેયર એ બોલાવેલી બેઠક પડી ભાંગી.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોની પડતર માંગણીઓના મુદ્દે દેખાવો અને સૂત્રોચ્ચાર સહિત રામધૂન જેવા કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે અંગે નો ઉકેલ લાવવા આજે મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓના અગ્રણીઓ સાથે એક બેઠક યોજાઇ હતી જેમાં પડતર માંગણીઓના ઉકેલ અંગે કોઈ નિર્ણય નહીં આવતા બેઠક પડી ભાંગી હોવાનું જાણવા મળે છે . o વિવિધ માંગણીઓ અંગે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોના કર્મચારીઓ અહીંના સંકુલ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમો યોજી રહ્યા છે . ત્યારે ઘણા કર્મચારીઓ હજુ આંદોલનમાં જોડાયા નથી . આજે કર્મચારી મંડળના સભ્યોએ મેયર કેયુર રોકડીયા સાથે મુલાકાત કરી હતી અને તેમની રજૂઆત અંગે વિસ્તૃત જાણકારી આપી હતી . મેયર સાથે લગભગ અડધો કલાક ચાલેલી બેઠક બાદ કોઈ ચોક્કસ નિર્ણય પર તંત્ર આવી શક્યું ન હતું . જેથી કર્મચારી મંડળની બેઠક પૂર્ણ થયા બાદ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી . આ અંગે મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે , મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનું ચોક્કસ કોઈ નિરાકરણ આવ્યું નથી . અમારા મંડળના સભ્યો હવે આગામી શું રણનીતિ ઘડવી ? તે અંગે એક બેઠકનું આયોજન કરવા જઈ રહ્યા છે . જેમાં આગામી રણનીતિ નક્કી થશે . આ સાથે કર્મચારી મંડળના સભ્યો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે . સમગ્ર બનાવ અંગે મેયર તરફથી કોઈ પ્રત્યુતર જાણવા મળી શક્યો નથી પરંતુ ચાલતી ચર્ચા મુજબ પાલિકાના પદાધિકારીઓનું નરોવા- કુંજરોવા જેવું વલણ હોવાનું મનાઈ રહ્યું છે . આજની બેઠક પડી ભાંગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.