વેરાવળમાં ફોટોગ્રાફર એસો. દ્વારા 11માં વર્ષે કેમેરા પૂજન કરવામાં આવ્યું - At This Time

વેરાવળમાં ફોટોગ્રાફર એસો. દ્વારા 11માં વર્ષે કેમેરા પૂજન કરવામાં આવ્યું


વેરાવળમાં છેલ્લા 10 વર્ષથી ફોટોગ્રાફર ભાઈઓ દ્વારા પોતાના શસ્ત્ર એવા કેમેરાનું પૂજન કરવામાં આવે છે.ત્યારે ધનતેરસના દિવસે 11માં વર્ષે પણ કેમેરા પૂજનનું આયોજન મુકેશભાઈ ચોલેરા દ્વારા સિદ્ધિ સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં વેરાવળ પાટણના ફોટોગ્રાફર જોડાયા હતા.

નૂતન વર્ષે લોકો લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન કરતા હોઈ છે ત્યારે વેરાવળના ફોટોગ્રાફર છેલ્લા 10 વર્ષથી પોતાના શસ્ત્ર એવા કેમેરાનું પૂજન કરે છે.ત્યારે ધનતેરસના પાવન દિવસે સિદ્ધિ સ્ટુડિયો ખાતે કેમેરા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વેરાવળ અને આસપાસના વિસ્તારના ફોટોગ્રાફર બહોળી સંખ્યામાં જોડાયા હતા અને પોતાના કેમેરાનું પૂજન કર્યું હતું.આ તકે મુકેશભાઈ ચોલેરાએ જણાવ્યું હતું કે દિવાળીના પવિત્ર તહેવારમાં લોકો પોતાના ચોપડા નું પૂજન ,લક્ષ્મીજી પૂજન કરતા હોઈ છે ત્યારે અમે છેલ્લા 10 વર્ષથી અમારી રોજી રોટી એવા કેમેરાનું પૂજન કરીએ છીએ અને તેમાં વેરાવળ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ફોટોગ્રાફર પણ અમારી સાથે જોડાય છે.કાનાભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે સૌ પ્રથમ સંસદમાં સાષ્ટાંગ પ્રણામ કરી પ્રવેશ કર્યો હતો.એ એટલા માટે કે આપણે જે જગ્યાએ કામ કરવાના છે અને જેનાથી કામ કરવાના છે તેનું પહેલા પૂજન થવું જોઈએ.ફોટોગ્રાફરનું પણ મુખ્ય કામ અન્ય લોકોના શુભ પ્રસંગોનું હોઈ છે જેથી તેમના પ્રસંગોમાં પણ કોઈ વિઘ્ન ન આવે અને આનંદથી પૂરા થાય તેથી અમે અમારા કેમેરા લેન્સ વગેરે જેવી વસ્તુઓનું પૂજન કરીએ છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.