બરવાળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના સબ સેન્ટર ૧ અને ૨ ખાતે મમતા દિવસની ઉજવણી
બિન ચેપી રોગોનું સર્વેલન્સ, નિદાન અને સારવારની કામગીરી તેમજ ઓનલાઈન એન્ટ્રી બાબતે સમીક્ષા કરવામાં આવી
બરવાળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના સબ સેન્ટર ૧ અને ૨ ખાતે જિલ્લા કક્ષાએથી ડી.આઈ.ઈ.સી.ઓ. કે.ઓ.નાવડિયા, ડી.એસ.બી.સી.સી દિપક ભટ્ટ, એસ.એચ.એ. યુ.જી.રાઠોડ તથા એન.સી.ડી. ડી.પી.સી.શ્રધ્ધા શર્મા દ્વારા મમતા દિવસની ઉજવણી અંતર્ગત વિઝીટ કરવામાં આવી હતી. જેમાં NCD અંતર્ગત બિન ચેપી રોગોનું સર્વેલન્સ, નિદાન અને સારવારની કામગીરી તેમજ ઓનલાઈન એન્ટ્રી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે DIECOશ્રી, તથા DSBCC દ્વારા લાભાર્થીઓને નમોશ્રી યોજનાની વિસ્તૃત માહિતી અને મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. તેમજ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કાયમી અને બિનકાયમી પદ્ધતિઓના લાભાલાભ વિશે જાગૃતતા લાવવા, બાળકોમાં રસીકરણ કરવાથી બાળકના આરોગ્ય પર થતા ફાયદાઓ અંગે, ઉપરાંત આરોગ્ય કર્મચારીને છેવાડાના લોકો સુધી આરોગ્ય વિષયક માહિતીનું જ્ઞાન મળી શકે અને SBCC અંતર્ગત લોકોના સામાજિક વર્તનમાં પરિવર્તન આવે એ હેતુસર સોશિયલ મીડિયા અને ગૃહ મુલાકાત દ્વારા જન સંપર્ક કરી આઈ.પી.સી, જૂથ મીટીંગ, પ્રદર્શન, જેવી IECની વિવિધ પ્રવુતિ દ્વારા લોકોમાં જન જાગૃતિ કેળવાઈ એ માટે આરોગ્યલક્ષી કામગીરીનો સઘન પ્રચાર – પ્રસાર કરવા માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.