સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કન્ટ્રોલ રૂમ તેયાર કરી 774 બુથનું વેબકાસ્ટિંગ કરાયું હતું. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કન્ટ્રોલ રૂમ તેયાર કરી 774 બુથનું વેબકાસ્ટિંગ કરાયું હતું.


તા.04/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પ્રથમ વખત જિલ્લામાં કુલ 1543 મતદાન મથક પરથી 774 મથક પર લાઇવ વેબકાસ્ટિંગ કરી મતદાન પર નજર રાખવામાં આવી હતી. જેના માટે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ અને નાયબ ચૂંટણી અધિકારી ડી.કે.મજેતર દ્વારા કલેક્ટર કચેરીમાં કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 30 કમ્પ્યૂટરની મદદથી 30 કર્મચારી તૈનાત કરાયા હતા. જિલ્લાના 50 ટકા બુધ 774 મતદાન મથકે 774 કેમેરા લગાવી લાઇવ સ્ટ્રિમિંગ અને રેકોર્ડિંગ કરાયું હતું. જેમાં મતદાન દિવસના 24 કલાક જેમાં ઇવીએમ ગોઠવવા, મતદાન શરૂ કરવા, મતદાન પ્રક્રિયા, મતદાન પુર્ણ સહિત પર બાજ નજર રાખવામાં આવી હતી. જ્યારે આ તમામ ડેટાને કલેક્ટ કરીને સ્ટોર પણ કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર મતદાન મથકોનું વેબકાસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના કુલ મથકોમાંથી 50 ટકા 774 મતદાન મથક પર લાઇવ વેબકાસ્ટ કરાયું હતું. આ 50 ટકામાં જિલ્લાના તમામ 542 સંવેદનશીલ મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.જિલ્લા કંટ્રોલ રૂમમાં મતદાન મથકે જિલ્લાના પાંચેય બેઠકોના નક્કી કરેલા બુથોનું લાઇવ વેબકાસ્ટિંગ જોવા સાથે તેનું રેકોર્ડિંગ પણ કરાયું હતું. આ તમામ ડેટા એકત્ર કરી રાજ્યની મુખ્ય ચૂંટણી કચેરી ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં મોકલી આપવામાં આવશે.5 વિધાનસભા બેઠકો પર તે વિસ્તારમાં આરઓની એક અધિકારીને ફરજ સોંપાઈ હતી. આ કર્મચારીએ તે વિધાનસભા વિસ્તારના મતદાનનું સંચાલન કર્યું હતું.તેઓ પણ મતદાન પ્રક્રિયા જોઇ શકે તે માટે વિધાનસભા વિસ્તારમાં પણ વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.