ધંધુકા- રાણપુર હાઈ-વે ઉપર ક્રોન્ટ્રાક્ટરે રોડ પર ખાડો કરી ડ્રાયવર્ઝન આપતાં અકસ્માત સર્જાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા- રાણપુર હાઈ-વે ઉપર ક્રોન્ટ્રાક્ટરે રોડ પર ખાડો કરી ડ્રાયવર્ઝન આપતાં અકસ્માત સર્જાયો.
ખાડામાં પડતાં કાકાને ઈજા થતાં ભત્રીજો ખબર લેવા જતાં એજ ખાડામાં પડતાં ભત્રીજાનું મોત.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાણપુર હાઈવે ઉપર બરાનીયા ગામના પાટીયા પાસે કોન્ટ્રાક્ટર દ્રારા રોડ ખોદી પાઈપલાઈનનુ કામ ચાલતુ હતુ. પરંતુ આ કામ દરમિયાન રોડ ઉપર કોઈ આડસ કે ડ્રાયવર્ઝનનુ બોર્ડ ન મારતાં રાત્રીના સમયે 45 વર્ષનો યુવક બાઈક સાથે આ ખાડામાં ખાબકતા તેને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જેની જાણ તેના ભત્રીજાને થતાં તેના કાકાની ખબર અંતર લેવા હોસ્પિટલે જવા ઘરેથી નીકળેલો ભત્રીજો પણ બરાનીયા ગામ પાસે હાઈવે રોડ ઉપરના ખાડામાં ખાબકતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ ધંધુકા રાણપુર રોડ ઉપર બરાનીયા ગામના પાટીયા પાસે ખાનગી કંટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર સિમેન્ટના પાઈપ નાખવા માટે આ હાઈવે રોડ ઉપર ખાડો ખોદેલો રાખી તેની આજુબાજુ ડામરની કપચીના ઢગલા અને સિમેન્ટના 5-6 ભુગંળા રોડ ઉપર રાખવામાં આવ્યા હતા. આ હાઈ-વે ખોદેલ હોવાનું કોઈપણ બોર્ડ કે ડ્રાયવર્ઝનનુ બોર્ડ કે આડાશ મુક્વામાં ન આવી હોવાથી તા.3/5/23 ના રાત્રીના 8:15 ક્લાકે રાણપુર તાલુકાના કેરીયા ગામના વિક્રમભાઈ માધુભાઈ ઉ.વર્ષ. 45 ત્યાથી પસાર થતાં તેમને આ રોડ ઉપરના ખોદેલો ખાડો કોન્ટ્રાક્ટર દ્રારા કોઈ આડશ મુકવામાં આવેલ ન હોવાથી ન દેખાતા મોટરસાઈકલ સાથે આ ખાડામાં પડી ગયા હતા. તેથી તેને ઈજાઓ થતા 108 મારફતે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલે ૩ લઈ જવામાં આવ્યા હતા. જેથી જાણ તેના ભત્રીજા રમેશને થતાં તે અને ૧ સંજ્ય બન્ને મોટરસાઈકલ લઈ તેના કાકાની ખબર અંતર પુછવા ધંધુકા જ્તા હતા. તે દરમિયાન આ અસ્માતની ઘટના બન્યાં ના અડધા જ ક્લાકમાં આ રમેશભાઈ મનજીભાઈ રહે,કેરીયા ઉ.વર્ષ.30 અને સંજ્યભાઈ ભુદરભાઈ આ બન્ને બરાનીયા ગામ પાસે હાઈવે ઉપરના એના એજ ખાડામાં બાઈક સાથે ખાબક્તા રમેશભાઈ મનજીભાઈનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.
આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે હાઈ-વે ઉપર કરેલ આડેધડ ખોદકામના લીધે એના એક ખાડામાં કાકા-ભત્રીજો ખાડામાં ખાબક્તા ભત્રીજાનું મોત નિપજ્યાં નાના એવા કેરીયા ગામે હાહાકાર મચી ગયો હતો.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.