હિંમતનગર તાલુકાના ભોલેશ્વર ગામમાં આંગણવાડી કેન્દ્ર પાસે જ ગટર ઉભરાઈ
છેલ્લા 15 દિવસથી સમસ્યા સર્જાઈ, લોકોમાં માંદગીનો ભય
હિંમતનગરમાં ભોલેશ્વર ગામમાં આવેલા ઈન્દિરા ગાંધી કોલોની વિસ્તારમાં આંગણવાડીની નજીકમાં જ છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાઈ * રહી છે જેને આસપાસના લોકો આ • ગટરની દુર્ગંધ થી ત્રાહિમામ પોકારી ગયા છે. તો બીજી તરફ ગટરના - ગંદા પાણીથી લોકોમાં રોગચાળો - ફેલાવવાનો ભય ઊભો થયો છે અને અવરજવર માટેના રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી - છે જેથી પાલિકા દ્વારા સત્વરે ગટર - લાઈનની કામગીરી કરી સાફ-સફાઈ કરાવવામાં આવે તેવી અહીંના રહીશોની માંગ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.