મહારાષ્ટ્રમાંથી બિન સરકારી ગોસેવા આયોગમાં સમાજમાંથી સભ્યોની નિમણૂક
મહારાષ્ટ્રમાંથી બિન સરકારી ગોસેવા આયોગમાં સમાજમાંથી સભ્યોની નિમણૂક
મુંબઈ મહારાષ્ટ્રમાંથી બિન સરકારી ગોસેવા આયોગમાં સમાજમાંથી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સુનીલ સૂર્યવંશી, શેખર મુંદડા, સંજય ભોસલે, સનત ગુપ્તા, ડૉ. નીતિન માર્કડેય, ઉદ્ધવ નેરકર, દીપક ભગત સહિતનાઓનો સમાવેશ થાય છે. સમગ્ર ટીમને ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડનાં ગિરીશભાઈ શાહ, મિત્તલ ખેતાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આયોગના સભ્ય તરીકેની નિમણૂક ત્રણ વર્ષ માટે હોય છે અને આ સમયગાળા દરમિયાન ગૌશાળાઓની આર્થિક સુરક્ષા અને ગૌ રક્ષણ થાય છે. ગૌશાળાઓને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે મહત્તમ પ્રયાસો કરવામાં આવશે એવો અભિપ્રાય પંચના નવનિયુક્ત સભ્ય ઉદ્ધવ દિવાકર નેરકરે વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રમાં 4 એપ્રિલ, 2023ના રોજ દેશી ગાયોના સંરક્ષણ માટે કૃષિ પશુપાલન, ડેરી વિકાસ વિભાગ હેઠળ ગોસેવા આયોગની સ્થાપના કરવામાં આવી છે. આ કમિશન દ્વારા, રાજ્યમાં ગૌવંશ પશુધનની કતલ અટકાવવા તેમજ કેન્દ્ર સરકાર અને કૃષિ પશુપાલન સંબંધિત કાયદાઓનો અમલ કરવા, ગૌ આશ્રયસ્થાનો દ્વારા, ગૌવંશની સ્થાનિક ઓલાદોના સંવર્ધનમાં વધારો કરવા, ગાય ઉછેર પર્યાવરણીય પૂરકતાના મુદ્દાને ધ્યાનમાં લઈને, બળદની શક્તિનો ઉપયોગ કરીને, ગાયના છાણના મૂલ્યવર્ધન દ્વારા ગૌશાળાઓને સ્વનિર્ભર બનાવવી વગેરેનો સમાવેશ થાય છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.